fbpx
રાષ્ટ્રીય

હું જીતીશ તો સીએએ લાગુ નહીં થવા દંઉ : યશવંત સિન્હા

રાષ્ટ્રાપતિ ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. દ્ગડ્ઢછ તરફથી દ્રૌપદી મુર્મૂ મેદાનમાં છે અને વિપક્ષ તરફથી યશવંત સિન્હા ઉમેદવાર છે. એવામાં યશવંત સિન્હાએ બુધવારે કહ્યું કે જાે તે રાષ્ટ્રપતિ ચૂંટાશે, તો તે સુનિશ્વિત કરશે કે નાગરિકતા સંશોધન અધિનિયમ લાગૂ ન હોય. અસમના વિપક્ષી સાંસદો સાથે વાતચીત કરતાં, યશવંત સિન્હાએ કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી સરકાર ઝ્રછછ ને અત્યાર સુધી લાગૂ કરી શકી નથી કારણ કે તેને ઉતાવળમાં મૂર્ખતાપૂર્ણ રીતે બનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અસમ માટે નાગરિકતા એક મોટો મુદ્દો છે અને સરકાર આખા દેશમાં અધિનિયમ લાવવા માંગે છે, પરંતુ અત્યાર સુધી એવું કરી શકી નથી.

તેમણે કહ્યું કે ‘પહેલાં સરકારે કોવિડનું બહાનું બનાવ્યું, પરંતુ હજુ સુધી તે તેને લાગૂ કરી શકી નથી કારણ કે અધિનિયમ ઉતાવળમાં મૂર્ખતાપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. યશવંત સિન્હાને આરોપ લગાવ્યો છે કે સંવિધાન કોઇ બહારી તાકાતથી નહી પરંતુ સત્તામાં બેઠેલા લોકોથી ખતરામાં છે. તેમણે કહ્યું કે અમે આપણે તેની રક્ષા કરવી પડશે. જાે હું રાષ્ટ્રપતિ ભવનમાં છું, તો હું સુનિશ્વિત કરીશ કે સીએએ લાગૂ ન હોય. યશવંત સિન્હા ૧૮ જુલાઇના રોજ થનાર સમાન વિચારધારાવાળાઓનું સમર્થન લેવા માટે અસમના એક દિવસના પ્રવાસ પર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી ૧૮ જુલાઇએ છે અને તે પહેલાં વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાનું સમર્થન દિવસે ને દિવસે વધવાને બદલે ઘટતું જાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/