fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ ચુંટણીમાં મતદાન ક્રયું

રાષ્ટ્રપતિ ચૂંટણી ૨૦૨૨ માટે આજે સવારે ૧૦ વાગ્યાથી મતદાન શરૂ થયું જે સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને વિપક્ષના જાેઈન્ટ ઉમેદવાર યશવંત સિન્હા પડકાર આપી રહ્યા છે. દેશના ૧૫માં રાષ્ટ્રપતિ માટે આજે મતદાન થઈ રહ્યુ છે. સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મતદાન થઈ રહ્યું છે. મતદાન વચ્ચે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે.

આ ચૂંટણી નક્કી કરશે કે લોકતંત્ર છે કે નહીં. આ સાથે જ સાંસદો અને ધારાસભ્યોને કહ્યું કે તમારા અંતરાત્માનો અવાજ સાંભળો અને પ્રજાતંત્રને બચાવવા માટે મતદાન કરો. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં વિધાનસભા ભવન ખાતે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યું. ઉત્તર પ્રદેશા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં વિધાનસભામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મત આપ્યો. પીએમ મોદીએ સંસદ ભવમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મત આપ્યો. અત્રે જણાવવાનું કે સંસદ ભવનના રૂ નંબર ૬૩માં ૬ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટોરલ કોલેજ દ્રારા કરવામાં આવે છે. ઇલેક્ટોરલ કોલેજમાં સંસદના બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને તમામ વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો સામેલ હોય છે. તમામ સાંસદો અને ધારાસભ્યોને ‘ઇલેક્ટોરલ કોલેજ’ કહેવામાં આવે છે અને તેમાંથી દરેક જણને ‘ઇલેક્ટર’ કહેવામાં આવે છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરેક સાંસદના વોટની વેલ્યૂ સમાન હોય છે, પછી ભલે તેનો સંસદીય વિસ્તાર નાનો હોય કે મોટો. એટલે કે ભલે યુપી જેવા મોટા રાજ્યના સાંસદના વોટની વેલ્યૂ હોય કે સિક્કમ કે ગોવા જેવા નાના રાજ્યો અથવા કોઇ અન્ય રાજ્યના સાંસદ, તેમના વોટની વેલ્યૂ બરાબર હોય છે. જાેકે સ્ન્છ ના વોટોની વેલ્યૂ એક સમાન હોતી નથી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ધારાસભ્યોના વોટની વેલ્યૂ જનસંખ્યાના આધાર પર નક્કી થતી હોય છે. જનસંખ્યાની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય યુપીના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ સૌથી વધુ ૨૦૮, જ્યારે સિક્કિમના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ ૭ છે. મતદાન બાદ ૨૧ જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/