fbpx
રાષ્ટ્રીય

આફ્રિકાના ઘાનામાં મારબર્ગ વાયરસના બે કેસ મળતા ખળભળાટ

એક બાજુ જ્યાં કોરોનાનું જાેખમ પૂરેપૂરું ગયું નથી અને બીજાે મંકીપોક્સ વાયરસ આવી ગયો છે ત્યાં વળી પાછા એક નવા વાયરસનું જાેખમ તોળાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ ઘાનાએ અધિકૃત રીતે મારબર્ગ વાયરસના બે કેસની પુષ્ટિ કરી છે. જે ઈબોલાની જેમ વધુ ચેપી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઘાનાએ ખુબ ચેકી મારબર્ગ વાયરસ રોગના પોતાના પ્રથમ બે કેસની પુષ્ટિ કરી છે. સીએનએનના રિપોર્ટ મુજબ ઘાનાના દક્ષિણ અશાંત વિસ્તારના બે અલગ અલગ રોગીઓમાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ બંનેનું મોત થયું.

ઉૐર્ં એ કહ્યું કે આ બંને દર્દીઓમાં ઝાડા, તાવ, ઉલ્ટીના લક્ષણ જાેવા મળ્યા હતા. ઉૐર્ં નું માનીએ તો આ બંનેના સંપર્કમાં લગભગ ૯૦ લોકો આવ્યા હતા જેમની નિગરાણી થઈ રહી છે. મારબર્ગ વાયરસ રોગ એક વાયરલ બીમારી છે જે રક્તસ્ત્રાવી તાવનું કારણ બને છે. જેમાં મોતનો રેશિયો ૮૮ ટકા હોય છે. ઈબોલા વાયરસ જે પરિવાર સાથે સંબંધ ધરાવે છે આ વાયરસ પણ તે જ પરિવારમાંથી આવે છે. તેમાં અચાનક અસ્વસ્થતા અનુભવાય છે અને પછી ખુબ તાવ, માથાનો દુઃખાવો અને અસ્વસ્થતા સાથે બીમારીની શરૂઆત થઈ જાય છે.

ઉૐર્ં એ જણાવ્યું કે આ વાયરસ ફળોથી મનુષ્યોમાં ફેલાય છે અને પછી આ તરલ પદાર્થોથી દુષિત જગ્યાઓ અને સંક્રમિત લોકોના સીધા સંપર્કમાં આવવાથી એકબીજામાં પ્રસરે છે. ઉૐર્ં એ કહ્યું કે તેના રોકથામ માટે ઉપાય થઈ રહયા છે અને ઘાનામાં તેના પ્રકોપને રોકવા માટે વધુ સંસાધનો તૈનાત કરાશે. ઉૐર્ં એ એ પણ ચેતવણી આપી કે તત્કાળ અને નિર્ણાયક કાર્યવાહીના અભાવમાં મારબર્ગ સરળતાથી હાથમાંથી નીકળી શકે છે. મારબર્ગ વાયરસ માટે ન તો કોઈ એન્ટીવાયરલ ઉપચાર છે કે ન તો કોઈ રસી. જાે કે ડિહાઈડ્રેશન અને વિશિષ્ટ લક્ષણોના ઉપચાર સહિત દેખભાળની મદદથી આ વાયરસથી પીડિત રોગીઓના જીવિત રહેવાની શક્યતા વધી જાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/