fbpx
રાષ્ટ્રીય

ભારત-ચીન બોર્ડર પાસે રોડ બનાવનાર ૧૮ મજૂર ૧૩ દિવસથી ગુમ

મ્ઇર્ં ના ૧૯ મજૂરો અરુણાચલ પ્રદેશના કુરુંગ કુમેરી જિલ્લાના ડેમિન વિસ્તારમાંથી છેલ્લા ૧૩ દિવસથી ગાયબ છે. સોમવારે ડેમિનમાં કુમેરી નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. કુરુંગ કુમેરીના ડેપ્યુટી કમિશનર નિધી બેંગિયાએ જણાવ્યું કે શ્રમિકોએ રસ્તો બનાવનારા કોન્ટ્રાક્ટર પાસે ઈદની રજા માટે અરજી આપી હતી પરંતુ મંજૂરી નહતી મળી. ડેપ્યુટી કમિશનરે અંદાજાે લગાવતા કહ્યું કે મજૂરોએ જંગલના માધ્યમથી એક અલગ રસ્તો પકડ્યો હશે. અસમ પોલીસની સાથે પણ આ મામલે સંપર્ક થઈ રહ્યો છે.

જે જગ્યાએ આ મજૂરો કામ કરતા હતા તે જગ્યા ભારત-ચીન સરહદથી લગભગ ૨૦૦ કિમી દૂર છે. ડીસીએ ક હ્યું કે ડેમિન વિસ્તારના સર્જિકલ ઓફિસર અને પોલીસ ટીમને સાઈટ પર મોકલી દેવાયા છે. તેમણે કહ્યું કે મોટાભાગના મજૂરો મુસ્લિમ હતા અને પોતાના ઘરે ઈદ મનાવવા માટે ૫ જુલાઈએ નીકળી ગયા હતા. આ મજૂરોની નદીમાં ડૂબવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આશંકા છે કે આ તમામ મજૂરોએ કુમેરી નદી પાર કરવાની કોશિશ કરી હશે અને તેઓ દુર્ઘટનાનો ભોગ બન્યા.

સતત પડી રહેલા વરસાદના પગલે જળસ્તર વધ્યું છે અને અભિયાનમાં પણ મુશ્કેલી આવી રહી છે. નોંધનીય છે કે આ તમામ મજૂરો મ્ઇર્ં તરફથી અરુણાચલ પ્રદેશમાં ચીની સરહદ પાસે રોડ નિર્માણ માટે લાવવામાં આવ્યા હતા. તેમને ઈદ સમયે અસમમાં પોતાના ઘરે જવું હતું. કોન્ટ્રાક્ટરને અનેકવાર ક હ્યું કે ઈદ માટે રજા આપે. પરંતુ તે માન્યો નહીં અને આ તમામ મજૂરો પગપાળા અસમ માટે રવાના થઈ ગયા. મળતી માહિતી મુજબ મજૂરો જંગલોમાં ગૂમ થઈ ગયા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/