fbpx
રાષ્ટ્રીય

કેરળમાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓના અંડરગાર્મેન્ટ્‌સ ચેક કરાતા ફરિયાદ

કેરળના કોલ્લમ જિલ્લામાં મેડિકલ પ્રવેશ પરીક્ષા દ્ગઈઈ્‌ આપવા પહોંચેલી વિદ્યાર્થનીએના અંડરગાર્મેન્ટ્‌સ ઉતરાવવાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. આ મામલે કેરળ પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. એવું કહેવાય છે કે પરીક્ષા આપવા પહોંચેલી વિદ્યાર્થનીઓના ચેકિંગ દરમિયાન બ્રામાં લાગેલા હૂકના કારણે મેટલ ડિટેક્ટરની બીપ વાગતી હતી. ત્યારબાદ અંડરગારમેન્ટ્‌સ ઉતરાઈ લેવાયા હતા. પરીક્ષા આપવા ગયેલી એક વિદ્યાર્થીનીના પિતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી.

ત્યારબાદ આ મામલો સામે આવ્યો. છોકરીના પિતાએ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે તેમની પુત્રી નીટ પરીક્ષામાં બેઠી હતી અને તે હજુ સુધી આ આઘાતમાંથી બહાર આવી નથી. પીડિતાના પિતાએ કહ્યું કે પુત્રીએ પરીક્ષા માટે ત્રણ કલાકથી વધુ સમય સુધી આંતરવસ્ત્રો વગર બેસવું પડ્યું હતું. એક ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે દીકરીએ નીટ બુલેટિમાં ઉલ્લેખ ડ્રેસ કોડ મુજબ જ કપડાં પહેર્યા હતા. આમ છતાં મેનેજમેન્ટે આ ગેરવર્તણૂંક કરી. આ મામલે પોલીસે જણાવ્યું છે કે જિલ્લાના અયૂરમાં રવિવારે એક ખાનગી શિક્ષણ સંસ્થાનમાં નીટ પરીક્ષાનું આયોજન કરાયું હતું.

અહીં પરીક્ષા દરમિયાન કથિત રીતે છોકરીઓએ અપમાન સહન કરવું પડ્યું. વિદ્યાર્થીનીઓનો આરોપ હતો કે જ્યારે તેઓ પરીક્ષા આપીને બહાર નીકળી ત્યારે તેમણે જાેયું કે બધાના અંડરગારમેન્ટ્‌સ એક જ ડબ્બામાં રાખ્યા હતા. આ ઘટના બાદ તેમણે ખુબ અપમાન મહેસૂસ કર્યું. જાે કે માર્થોમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ આ ઘટનાનો ઈન્કાર કર્યો છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. પરીક્ષાના નિયમ મુજબ એક્ઝામ હોલમાં કોઈ પણ વિદ્યાર્થી-વિદ્યાર્થીની કોઈ પણ પ્રકારના ધાતુની વસ્તુ કે સામાન પહેરી શકે નહીં. તેની પાછળનો મુખ્ય હેતુ પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું ફ્રોડ રોકવાનો છે. એડવાઈઝરમાં બેલ્ટનો ઉલ્લેખ છે પરંતુ અંડરગારમેન્ટ્‌સ જેવી વસ્તુઓનો ઉલ્લેખ નથી.

આ મામલે કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિન્દુએ સોમવારે કહ્યું હતું કે પરીક્ષા કોઈ સરકારી એજન્સીએ નથી કરાવી. જે થયું તે મોટી ચૂક છે. આવી ઘટનાઓ સહન નહીં કરવામાં આવે. અમે એક્ઝામ સેન્ટર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્‌છ) ને ફરિયાદ કરીશું. દ્ગ્‌છ શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષા યોજે છે. આ બાજુ મહિલા અધિકારીઓની એક ટીમે છોકરીના નિવેદન બાદ કેસ દાખલ કર્યો. તેમણે કહ્યું કે કેસની તપાસ શરૂ કરી દેવાઈ છે. કથિત રીતે આ કૃત્યમાં સામેલ લોકોની જલદી ધરપકડ કરાશે. પોલીસના જણાવ્યાં મુજબ અપમાનનો અનુભવ કરનારી એક છોકરીની ફરિયાદ પર આઈપીસીની કલમ ૩૫૪ અને ૫૦૯ હેઠળ મામલો નોંધી લેવાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/