fbpx
રાષ્ટ્રીય

દ્રૌપદી મુર્મૂને પીએમ મોદીએ આપી શુભેચ્છા

એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી ૫૦ ટકા મત મેળવી લીધા છે. તેમણે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાને મોટા અંતરે હરાવ્યા છે. હવે માત્ર એક રાઉન્ડની ગણતરી બચી છે. પરંતુ તે માત્ર ઔપચારિકતા છે. દ્રૌપદી મુર્મૂની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને શુભેચ્છા આપી છે. કુલ ત્રણેય રાઉન્ડની વાત કરીએ તો કુલ મત ૩૨૧૯ હતા. તેની વેલ્યૂ ૮,૩૮,૮૩૯ હતી. તેમાં દ્રૌપદી મુર્મૂને ૨૧૬૧ મત (વેલ્યૂ ૫,૭૭,૭૭૭) મળ્યા છે.

તો યશવંત સિન્હાને ૧૦૫૮ મત (વેલ્યૂ ૨,૬૧,૦૬૨) મળ્યા છે. પીએમ મોદી દિલ્હીમાં દ્રૌપદી મુર્મૂના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર છે. બંનેએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા પર શુભેચ્છા આપી છે. દ્રૌપદી મુર્મૂની જીત બાદ દેશભરમાં જશ્નનો માહોલ છે. ઓડિશામાં તેમના પૈતૃક ગામમાં લોકો ધામધૂમથી આ જીતનો જશ્ન મનાવી રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા આપી છે. તેમણે લખ્યુ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રભાવી જીત માટે શ્રીમતી દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા. તે ગામ, ગરીબ, વંચિતોની સાથે ઝુપડપટ્ટીમાં રહેતાં લોકોના કલ્યાણ માટે પણ સક્રિય રહ્યાં છે. આજે તેમના વચ્ચેથી નિકળી સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચ્યા છે. આ ભારતીય લોકતંત્રની તાકાતનું પ્રમાણ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/