fbpx
રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેના એક નિવેદનથી પાછો ખળભળાટ

શિવસેનામાં બળવો પોકારનારા નેતાઓ વિરુદ્ધ હવે ઉદ્ધવ ઠાકરે જૂથ ઢીલું પડતું જાેવા મળી રહ્યું છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે જાે તેઓ પાછા ફરવા માંગતા હોય તો પાર્ટી છોડનારા ‘દગાબાજાે’નું સ્વાગત કરવામાં આવશે. એકનાથ શિંદેના ગૃહ જિલ્લા થાણાના ભિવંડી શહેરમાં એક જનસભાને સંબોધતા પૂર્વ મંત્રીએ કહ્યું કે દગાબાજ જાે શિવસેનામાં પાછા ફરવા માંગતા હોય, તો તેમનું સ્વાગત થશે.

પરંતુ અમને તેમના કામથી ખુબ દુખ પહોંચ્યું છે. અમે તેમના પર ભરોસો કર્યો અને તેમને ગળે લગાવ્યા અને તેમણે અમારી પીઠમાં ખંજર ભોંક્યું. શિવસેનાના ઉધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ જે લોકો હજુ પણ ઉદ્ધવ ઠાકરે સાથે છે તેમની તરફ પહોંચ વધારવા માટે નિષ્ઠા યાત્રા શરૂ કરી છે. તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમના પિતાના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકારે ક્યારેય પોતાના જ ધારાસભ્યો, સાંસદો અને નેતાઓની જાસૂસી કરી નથી. તેમણે કહ્યું કે મારા પિતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અસ્વસ્થ હતા. તેઓ સાજા થઈ રહ્યા હતા ત્યારે જ તેમને દગો કરાયો.

આદિત્યએ કહ્યું કે મારા પિતા ખરાબ સ્વાસ્થ્યના કારણે ઘરેથી જ કામ કરી રહ્યા હતા. જ્યારે શિવસેનાના અન્ય મંત્રીઓ પોતાની ઓફિસ જતા હતા. પરંતુ જ્યારે ઉદ્ધવ ઠાકરે પોતાની ઓફિસ જવા લાગ્યા તો તેમણે મહેસૂસ કર્યું કે મંત્રી તેમની હાજરીના કારણે અસહજ થઈ રહ્યા છે. તેમનું વર્તન ઉદ્ધવ ઠાકરે પ્રત્યે બદલાઈ ગયું છે. આદિત્ય ઠાકરેએ નાસિકના સાંસદ હેમત ગોડસે પર બળવાખોર ધારાસભ્યોનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો.

ઠાકરેએ કહ્યું કે અમે ગોડસે માટે ગત સામાન્ય ચૂંટણીમાં ખુબ કેમ્પેઈન કર્યું અને જીત માટે લગભગ દરેક પ્રકારની મદદ કરી. પરંતુ આમ છતાં તેમણે કોઈ પણ કારણવગર અમને દગો કર્યો. આદિત્યના કટાક્ષ અંગે જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમને જે પણ બોલવું હોય, તે બોલવા દો. અમે અમારા કામથી તેમની ટીકાનો જવાબ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકોએ અમારા રાજકીય વલણની પુષ્ટિ કરી છે. કારણ કે અમે વધુમાં વધુ સમર્થન મેળવી રહ્યા છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/