fbpx
રાષ્ટ્રીય

ફિલિપાઈન્સમાં જાેરદાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું

ફિલિપાઈન્સમાં જાેરદાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. રિપોર્ટ્‌સ મુજબ ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૭.૧ માપવામાં આવી. ેંજીય્જીના જણાવ્યાં મુજબ આ શક્તિશાળી ભૂકંપના ઝટકા સૌથી પહેલા લૂઝોનના મુખ્ય દ્વિપ પર અબરાના પહાડી અને ઓછી વસ્તીવાળાવ વિસ્તારમાં સવારે ૮.૪૩ વાગે મહેસૂસ થયા. આ આંચકાની તીવ્રતા શરૂઆતમાં ૬.૮ માપવામાં આવી હતી. ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં એક ટાવરથી કાટમાળ પડતો જાેઈ શકાય છે.

અનેક વીડિયોમાં લોકો ભાગતા જાેવા મળી રહ્યા છે. રાજધાની મનીલામાં ભૂકંપના કારણે અનેક ઈમારતોમાં તીરાડ પડી ગઈ છે. ડરના કારણે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા. અધિકારીઓએ જણાવ્યું કે હજુ કોઈ જાનહાનિ અંગે માહિતી મળી નથી. ફિલિપાઈન્સના જ્વાળામુખી અને ભૂકંપ વિજ્ઞાન સંસ્થાને જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર અબ્રા પ્રાંતમાં કોઈ પહાડી વિસ્તારમાં જમીનથી ૨૫ કિમી ઊંડે સ્થિત હતું અને ભૂકંપ બાદ પણ અનેક આંચકા અનુભવાયા.

અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના જાેરદાર આંચકાઓના કારણે ઈમારતો અને મકાનોમાં તીરાડો પડી ગઈ છે. ેંજીય્જી ના જણાવ્યાં મુજબ ભૂકંપની તીવ્રતા ૭.૧ કહેવાઈ છે. જ્યારે તેનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી અંદર હોવાનો દાવો કરાયો છે. નોંધનીય છે કે ફિલિપાઈન્સ ભૂકંપ મામલે સંવેદનશીલ વિસ્તાર છે. દેશમાં ૧૯૯૦માં આવેલા ૭.૭ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે લગભગ ૨૦૦૦ લોકો માર્યા ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/