fbpx
રાષ્ટ્રીય

પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઈલ મેન અબ્દૂલ કલામ સાહેબના મહાન વિચારો

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. છઁત્ન અબ્દુલ કલામ ગરીબ પરિવારમાંથી આવ્યા હતા. પરંતુ તેમના વિચારો એટલા મજબૂત અને મહાન હતા કે તેમને આજે પણ દુનિયા યાદ કરે છે. આજે કલામ આપણી વચ્ચે ભલે ના હોય. પરંતુ તેમના મહાન વિચારોથી એ હંમેશા દરેકના દિલમાં જીવતા જ રહેશે. ડો.અબ્દુલ કલામ એક વૈજ્ઞાનિક અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ તરીકે દેશને સેવા આપી એ સૌ કોઈ જાણે છે. પણ તેમને તો શિક્ષક તરીકે ઓળખાવામાં જ રસ હતો. તેમણે ક્યારેય આ મુદ્દે કોઈ નિવેદન પણ નથી આપ્યું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામના પિતા અભણ હતા.

પરંતુ તેમના વિચારો ખુબ મહાન હતા. ખુદ અભણ હોવા છતા તેઓ તેમના તમામ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માંગતા હતા. કલામના માતા અસીમા ગૃહિણી હતા. અબ્દુલ કલામ સહિત ત્રણ મોટા ભાઈઓ અને એક મોટી બહેન એમ કુલ પાંચ ભાઈ-બહેન હતા. અબ્દુલ કલામનો જન્મ થયો ત્યારે તેમનો પરિવાર ગરીબી સામે ઝઝૂમી રહ્યો હતો. પરિવારને મદદ કરવા માટે ડૉ એપીજે અબ્દુલ કલામે નાની ઉંમરે અખબારો વેચવાનું શરૂ કર્યું હતું. અભ્યાસના દિવસોમાં સામાન્ય રહેતા અબ્દુલ કલામ હંમેશા નવી વસ્તુઓ શિખવા માટે તૈયાર રહેતા હતા. એટલા માટે જે ગણિત તેમનો મુખ્ય અને રસનો વિષય હતો. રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ ડૉ. છઁત્ન અબ્દુલ કલામ દર વર્ષ ૈંૈંસ્માં લેક્ચર લેવા માટે આવતા હતા.

જેમાં તેમણે કહેલું કે રાષ્ટ્રપતિના પદ પર બેસીને જવાબદારી નિભાવવા કરતા મને એક શિક્ષક તરીકેની જવાબદારી નિભાવવી વધુ પસંદ છે. એટલા માટે જ તેઓ જીવ્યા ત્યાં સુધી લેક્ચર લઈને યુવાનોને માર્ગદર્શન પુરુ પાડતા રહ્યા.
આજે પણ મહાન વિચારોથી જીવતા છે કલામ ઃ ૧, સપના એ નથી હોતા જે તમે ઊંઘમાં જુઓ છો, પણ સપના એ હોય છે જે તમને ઊંઘવા નથી દેતા. ૨, આપણે ક્યારેય કોઈથી હાર ના માનવી જાેઈએ અને સમસ્યાને તમને હરાવવાની મંજૂરી ક્યારેય નહીં આપવી જાેઈએ. ૩, દુનિયામાં કોઈને હરાવવા સરળ છે પરંતુ કોઈના દિલ જીતવા ખુબ જ મુશ્કેલ છે. ૪, પહેલી જીત બાદ ક્યારેય આરામ ના કરવો, કેમ કે બીજી વખતની હાર બાદ લોકો કહેશે કે પ્રથમ વખતની જીત માત્ર તુક્કો હતો. ૫, જાે સૂરજની જેમ ચમકવા માગો છો તો સૂરજની જેમ તપતા શિખો. ૬, વિજ્ઞાન માનવજાત માટે સુંદર ગીફ્ટ છે આપણે તેને બગાડવી ના જાેઈએ.

દુનિયામાં સૌથી મોટી વાત એ નથી કે આપણે ક્યાં ઊભા છીએ પરંતુ એ છે કે આપણે કઈ દિશામાં આગળ વધીએ છીએ. ૮, જ્યારે તમારી આશા અને અપેક્ષા તૂટી જાય ત્યારે તેની અંદર ઝાંખીને જાેશો તો તેમા છુપાયેલી એક સુંદર તક તમને દેખાશે ૯, દેશને સૌથી સારું મગજ વર્ગખંડની છેલ્લી બેંચ પર જ મળે છે. ૧૦, જાે તમે સમયની સાથે પોતાના પગના નિશાન છોડવા માગો છો તો પોતાના પગને ના ખેંચો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/