fbpx
રાષ્ટ્રીય

અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ ના બદલે પ્રોફેસર તરીકે ઓળખે તે પસંદ હતું

ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ના રોજ રામેશ્વરમમાં થયો હતો. જ્યારે ૨૭ જુલાઈ ૨૦૧૫ના રોજ ૈંૈંસ્ શિલોંગમાં પ્રવચન આપતી વખતે હાર્ટ એટેકથી ૮૩ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમનું પૂરું નામ ડૉક્ટર અબુલ પાકિર જૈનુલ્લાબ્દીન અબ્દુલ કલામ હતું. પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે ૧૯૫૪માં સેન્ટ જાેસેફ કૉલેજ તિરુચિરાપલ્લીમાંથી ભૌતિકશાસ્ત્રમાં મ્.જીષ્ઠની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ ૧૯૫૫માં મદ્રાસમાં ફાઇટર પાઇલટ બનવા એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં દાખલ થયા.

પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોંતા. તેમ છતા તેમણે દેશ માટે જે કામો કર્યા છે તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.એરોસ્પેસ વૈજ્ઞાનિક ઉપરાંત ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમણે દેશના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાથે જ સંરક્ષણ સંશોધન, ડ્ઢઇર્ડ્ઢં અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ૈંજીઇર્ં સાથે પણ કામ કર્યું છે. ભારતમાં દરેક વ્યક્તિ તેમને મિસાઈલ મેનના નામથી પણ ઓળખે છે. ડૉ.એપીજે અબ્દુલ કલામે પોખરણ-૨માં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.

જે ભારતને વિશ્વ શક્તિ બનાવવા માટેના સૌથી મહત્વપૂર્ણ પરમાણુ પરીક્ષણોમાંના એક છે. આ સાથે તેમણે સંરક્ષણ ક્ષેત્રને આગળ લઈ જવા માટે ભારતીય બેલેસ્ટિક મિસાઈલ અને લોન્ચ વ્હીકલ ટેકનોલોજી વિકસાવી હતી. એટલું જ નહીં પણ તેમનું પુસ્તક ‘વિંગ્સ ઓફ ફાયર’ આજે પણ ઘણા યુવાનોને સપનાની ઉડાન સુધી લઈ જાય છે. અબ્દુલ કલામે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એક પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં પ્રોજેક્ટ ઈન્ચાર્જે રોકેટનું મોડલ તૈયાર કરવા માત્ર ૩ દિવસ આપ્યા હતા. સાથે કહ્યું હતું કે મોડલ ૩ દિવસમાં ના બને તો સ્કોલરશિપ રદ કરવામાં આવશે. ત્યારે અબ્દુલ કલામે રાત દિવસ એક કરીને માત્ર ૨૪ કલાકમાં પોતાનું લક્ષ્ય પુરુ કર્યું હતું. ત્યારે પ્રોજેક્ટ ઈન્ચાર્જને વિશ્વાસ ના આવ્યો કે આટલી જલદી આ રોકેટનું મોડલ તૈયાર થઈ ગયું. આ રીતે ડૉ એપીજે અબ્દુલ કલામે ૮૩ વર્ષના જીવનમાં આવેલા તમામ પડકારોનો સામનો કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/