fbpx
રાષ્ટ્રીય

અર્પિતા મુખર્જીના ફલેટમાંથી કરોડો રૂપિયા સાથે બે ડાયરી જપ્ત કરાઈ : રહસ્ય ખુલશે

પશ્ચિમ બંગાળમાં સ્કૂલ ભરતી કૌભાંડના મામલામાં કેન્દ્રીય એજન્સી ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. બુધવારે ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટના અધિકારીઓએ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જીના કોલકત્તાના બેલધરિયા સ્થિત ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે. એજન્સીએ પૈસા ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. તો પાંચ બેન્ક અધિકારીઓને પણ નોટો ગણવા માટે બોલાવ્યા છે. સૂત્રોએ રાત્રે ૯.૩૦ કલાકે જણાવ્યું કે ૧૫ કરોડથી વધુ રૂપિયા મળ્યા છે. હજુ નોટોની ગણતરી કરવામાં આવી રહી છે.

ત્રણ કિલો સોનું, સિલ્વર કોઈન અને પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળી આવ્યા છે. અર્પિતા મુખર્જી હાલ ઈડીની કસ્ટડીમાં છે. તેની પાછલા દિવસોમાં લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ ૨૨ જુલાઈએ મુખર્જીને ત્યાં દરોડા પાડી ૨૧ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. બાદમાં લાંબી પૂછપરછ કરી પાર્થ ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા અર્પિતા મુખર્જીની પાસેથી બે ડાયરી જપ્ત કરવામાં આવી હતી. સૂત્રો પ્રમાણે તેમાં એક ડાયરીમાં અર્પિતા મુખર્જી પોતાના બેન્ક ખાતામાં જે રોકડ જમા કરતી હતી તેની જાણકારી છે. ઈડી જાણવા ઈચ્છે છે કે આ રૂપિયા અર્પિતા મુખર્જીની પાસે ક્યાંથી આવે છે. આ ડાયરીમાં અનેક વાર અલગ-અલગ બેન્કોમાં રોકડ જમા કરાવવાની વિગત છે. આ રૂપિયા લાખોમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/