fbpx
રાષ્ટ્રીય

વાયુસેનાના મિગ-૨૧થી અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ અકસ્માત સર્જાયા

ભારતીય વાયુસેનાના કાફલામાં આ વિમાન ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં સામેલ થયા હતા. આ વિમાનને મિકોયાન ગુરેવિચ પણ કહે છે. આ વિમાનનું નિર્માણ રશિયન કંપની મિકોયાન કરતી હતી. જે પહેલા સોવિયેત યુનિયનમાં આવતું હતું. એટલે કે આ વિમાન સોવિયેત કાળના તે દમદાર ફાઈટર વિમાનોમાંથી એક છે. ૧૯૭૧ના યુદ્ધમાં મિગ-૨૧ એ પૂર્વ અને પશ્ચિમના મોરચા પર ખુબ કહેર વરસાવ્યો હતો. તેણે પાકિસ્તાન વાયુસેનાના ૧૩ ફાઈટર વિમાનો તોડી પાડ્યા હતા.

આ ઉપરાંત બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન પણ પાકિસ્તાનના અત્યાધુનિક એફ-૧૬ ફાઈટર વિમાનને પણ મિગ-૨૧એ ખદેડ્યું હતું જેને કમાન્ડર અભિનંદન ઉડાવી રહ્યા હતા. મિગ-૨૧ ફાઈટર જેટ ભલે વાયુસેનાની સૌથી મોટી તાકાત હતું પરંતુ હવે તે ન તો જંગ માટે ફીટ છે કે ન તો ઉડાણ માટે. તેનો અંદાજાે એ વાતથી લગાવી શકાય કે વર્ષ ૨૦૨૧માં જ આ વિમાનથી ૫ અકસ્માત સર્જાયા હતા. અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ જાંબાઝ પાઈલટ્‌સના જીવ આ વિમાનના કારણે ગયા છે. આ કારણે વાયુસેનાના પાઈલટ્‌સથી લઈને ડિફેન્સ એક્સપર્ટ્‌સ વચ્ચે આ વિમાન ફ્લાઈંગ કોફિન તરીકે ઓળખાય છે.

ભારતીય વાયુસેનાનું એક ફાઈટર વિમાન ગુરુવારે રાતે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતુ વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં બે પાઈલટના મોત થયા. એરફોર્સે જણાવ્યું કે આ ફાઈટર જેટ સ્ૈંય્-૨૧ હતું. આ ફાઈટર જેટ ક્રેશ થવાની ઘટના કોઈ પહેલવહેલી નથી. વર્ષ ૨૦૨૧માં જ આ વિમાનથી ૫ અકસ્માત થયા હતા. આમ છતાં તેને વાયુસેનામાંથી બહાર કાઢવામાં આવતું નથી. મિગ-૨૧થી અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ અકસ્માત સર્જાયા છે. જેમાં ૨૦૦થી વધુ પાઈલટ્‌સે જીવ ગુમાવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/