fbpx
રાષ્ટ્રીય

૧૦૨ વર્ષના બ્રિટન એરફોર્સના પૂર્વ પાઈલટે પોતાની ફિટનેસનું રહસ્ય જણાવ્યું

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટનની રોયલ એરફોર્સમાં પાઈલટ તરીકે કામ કરી ચૂકેલા ૧૦૨ વર્ષના એક વ્યક્તિએ એક મોટા રહસ્યનો પર્દાફાશ કર્યો છે. તેમણે લાંબા આયુષ્ય માટે પોતે અપનાવેલી એક ટ્રિક વિશે જણાવ્યું છે. આ ૧૦૨ વર્ષના વૃદ્ધ વ્યક્તિનું નામ હેરી ગેંપર છે. તેમણે ગત અઠવાડિયે પોતાનો ૧૦૨મો જન્મદિવસ ઉજવ્યો. રોયલ એરફોર્સના પૂર્વ પાઈલટ હેરી ગેંપરનો જન્મ ૧૯૨૦માં થયો છે. તેઓ હાલ સ્કોટલેન્ડના ર્જીેંર છઅજિરૈિી માં રહે છે. હેરી ગેંપર વર્ષ ૨૦૨૦માં ૧૦૦ વર્ષના થયા ત્યારે તેઓ પોતાનો બર્થડે ધૂમધામથી ઉજવી શક્યા નહતા.

કારણ કે તે સમયે કોરોનાનો ભયંકર પ્રકોપ હતો. જાે કે પોતાના ૧૦૨ વર્ષના જન્મદિવસ તેમણે તેમના પુત્ર સાથે ખુબ મસ્તી કરીને ઉજવ્યો. પૂર્વ પાઈલટ હેરી ગેંપર નેક મેડલથી સન્માનિત થઈ ચૂક્યા છે. બ્રિટન ઉપરાંત તેમને ફ્રાન્સ અને જર્મની દ્વારા પણ મેડલથી નવાજવામાં આવ્યા છે. હેરી ગેંપરે એટલાન્ટિક યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેરી ગેંપર રોયલ એરફોર્સ માટે એક હજાર કલાક કરતા પણ વધુ સમય ફાઈટર પ્લેન ઉડાવી ચૂક્યા છે. એરફોર્સથી રિટાયર થયા બાદ હેરી ગેંપરે લગ્ન કર્યા અને ત્યારબાદ તેઓ બે બાળકના પિતા બન્યા.

તેમના સંતાનોના નામ ડેવિડ અને એન્ડ્રયુ છે. ૧૦૨ વર્ષની ઉંમરમાં પણ રોયલ એરફોર્સના પૂર્વ પાઈલટ હેરી ગેંપર આજે પણ સંપૂર્ણ રીતે ફીટ છે. હરવા ફરવામાં તેમને કોઈ મુશ્કેલી નથી. પોતાના બર્થડેના અવસરે તેમણે ફિટનેસ સિક્રેટનો પણ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે જીવનમાં સારું મ્યૂઝિક, સારું ભોજન અને સારી વાઈન હોવી ખુબ જરૂરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/