fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિ ચુંટણીમાં સૌથી પહેલાં કર્યું મતદાન

દેશના નવા ઉપ રાષ્ટ્રપતિ કોણ હશે, તેના માટે આજે મતદાન થરૂ થઇ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવન પહોંચી સૌથી પહેલાં મતદાન કર્યું છે. આ વોટિંગમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો પોતાનું મતદાન કરશે. તેના માટે સંસદ ભવનમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાન પુર્ણ થયા બાદ તાત્કાલિક મતગણતરી શરૂ કરવામાં આવશે. મતગણતરી બાદ મોડી સાંજ સુધી ચૂંટણીના પરિણામો જાહેર કરી દેવામાં આવશે. આ ચૂંટણી માટે પશ્વિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને મેદાનમાં ઉતાર્યા છે.

તો બીજી તરફફ માર્ગરેટ અલ્વા મેદાનમાં છે. મતોના સમીકરણ જાેઇએ તો ભાજપ પોતાના દમ પર જગદીપ ધનખડને ચૂંટણી જીતાડવાની સ્થિતિમાં છે. પાર્ટી પાસે લોકસભામાં ૩૦૩ તો રાજ્યસભામાં ૯૧ સભ્ય છે. એવામાં કોઇ મોટી અડચણ ન આવી તો જગદીપ ધનખડનું નવા ઉપરાષ્ટ્રપતિ બનવું નક્કી ગણવામાં આવે છે. તમને જણાવી દઇએ કે હાલના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂનો કાર્યકાળ ૧૦ ઓગસ્ટના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. તે પહેલાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિ દેશની ત્રણેય સેનાઓના ડેપ્યુટી સુપ્રીમ કમાંડર હોય છે. સાથે જ રાજ્યસભાના સભાપતિનું દાયિત્વ પણ નિભાવે છે.

આ દરમિયાન એક નવા ઘટનાક્રમમાં મમતા બેનર્જીએ શુક્રવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મમતા બેનર્જી આ પહેલાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાની જાહેરાત કરી ચૂક્યા છે. એવામાં તેમની પીએમ સાથે મુલાકાત ઘણા અનુમાનોને બળ પુરૂ પાડ્યું છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડીને ભાજપ પહેલાં જ ૨-૧ થી આગળ ચાલી રહી છે.

હવે તે ઉપરાષ્ટ્રપતિ પદ પણ જીતીને વિપક્ષનો ૨-૦ થી સફાયો કરી દેવા માંગે છે. જાે બંને ચૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદો સાથે દેશભરના ધારાસભ્ય પણ પોતાનો મત નાખી શકે છે. ચૂંટાયેલા સાંસદ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરતા નથી. તો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફક્ત લોકસભા અને રાજ્યસભાના સભ્ય કરી મતદાન કરે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉલટ આ ચૂંટણીમાં સંસદમાં ચૂંટાયેલા સભ્ય અને અને નામાંકિત બંને પ્રકારના સભ્યોને મતદાનનો અધિકાર હોય છે. આ ચૂંટણીમાં ઇલેક્શન ઓફિસરની ભૂમિકા લોકસભા અને રાજ્યસભાના મહાસચિવ વારંવાંર ભજવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/