fbpx
રાષ્ટ્રીય

પેસેન્જર ટ્રેનમાં પેસેન્જરોની વચ્ચે આખલો ટ્રેનમાં સફર કરતો વિડીયો વાયરલ

તમે ક્યારેય ટ્રેનમાં આખલાને સફર કરતા જાેયો છે. જાે ના જાેયો હોય તો અમે તમને બતાવી રહ્યા છીએ. ઝારખંડના સાહિબગંજથી જામલપુર (બિહાર) વચ્ચે ચાલતી ઇએમયુ પેસેન્જર ટ્રેનમાં એક આખલો સફર કરતો જાેવા મળ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. યાત્રીઓએ જણાવ્યું કે મિર્ઝા ચોકી રેલવે સ્ટેશન પર ૧૦-૧૨ લોકોએ આખલાને પેસેન્જર ટ્રેનમાં ચડાવી દીધો હતો અને ટ્રેનમાં સફર કરી રહેલા લોકોને કહ્યું હતું કે તેને સાહિબગંજ ઉતારી દેજાે. આખલાને સીટના હેન્ડલ સાથે દોરડા વડે બાંધી દીધો હતો.

કોચમાં બેઠેલા મુસાફરો આ બધુ જાેઈ રહ્યા હતા પરંતુ ડરના માર્યા કોઈએ રોકવાનો પ્રયાસ કર્યો ન હતો મિર્ઝા ચોકી સ્ટેશન પર અજીબોગરીબ નજારો જાેવા મળ્યો હતો. સાહિબગંજથી એક પેસેન્જર ટ્રેન રવાના થઇ રહી હતી આ દરમિયાન મિર્ઝા ચોરી રેલવે સ્ટેશન પર ૧૦થી ૧૨ અજાણ્યા લોકોએ એક આખલાને ટ્રેનમાં ચડાવી દીધો હતો. જ્યાં સુધી કોઇની નજર પડે ત્યાં સુધીમાં અજાણ્યા વ્યક્તિઓ આખલાને પેસેન્જર ટ્રેનમાં બાંધીને સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. મિર્ઝા ચોકી આરપીએફના જવાન અને મિર્ઝા ચોકી પ્રશાસનને નજર આખલા પર પડી ન હતી. લોકોના મતે કાનૂન વ્યવસ્થાને લઇને લાપરવાહી જાેવા મળી રહી છે. આવી લાપરવાહી ના થાય તે માટે પ્રશાસને સતર્ક રહેવાની જરૂર છે. લોકોએ કહ્યું હતું કે જાે આખલો ઉગ્ર થયો હોત તો મોટી દુર્ઘટના બની શકતી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/