fbpx
રાષ્ટ્રીય

રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારી : રોહિણી લાલુ યાદવની પુત્રી

બિહારમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ ટ્‌વીટ કરીને ખળભળાટ મચાવ્યો. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ટ્‌વીટ કરીને કહ્યું કે રાજતિલકની તૈયારી કરો, લાલટેન ધારી આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી નીતિશકુમાર આજે ૪ વાગે રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મુલાકાત કરશે. મહાગઠબંધનના નેતા પણ સાથે પોતાનો સમર્થનપત્ર સોંપશે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આજે એક ટ્‌વીટ કરી.

જેના અનેક અર્થ નીકળી રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશકુમાર રાજ્યપાલને મળે તે પહેલા રોહિણી આચાર્યએ ટ્‌વીટ કરીને કહ્યું કે ‘રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેનધારી’. રોહિણીની ટ્‌વીટ એવા સમયે આવી છે જ્યારે રાજ્યના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ છે. નીતિશકુમારે ગમે તે પળે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી શકે છે. તેઓ આજે રાજ્યપાલને પણ મળવાના છે. આ અગાઉ નીતિશકુમારે આજે પટણામાં પોતાના ઘરે ધારાસભ્યો અને સાંસદોની બેઠક પણ બોલાવી. બીજી બાજુ આરજેડીએ પણ પોતાના સાંસદો અને ધારાસભ્યોની બેઠક બોલાવી.

કોંગ્રેસના ધારાસભ્યો પણ તેજસ્વી યાદવને મળવા માટે પહોંચ્યા. આ બધા કરતા અલગ ભાજપે આ સમગ્ર મામલે એકદમ ચૂપ્પી સાધી રાખી છે. એવું કહેવાય છે કે નીતિશકુમારની જેડીયુ અને આરજેડીમાં સરકાર ગઠનના ફોર્મ્યૂલા પર ચર્ચા થઈ રહી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ગૃહ મંત્રાલય માંગ્યુ છે. તેજ પ્રતાપને પણ સરકારમાં જગ્યા મળી શકે છે. બિહારમાં જેડીયુ અને ભાજપ વચ્ચેનું ગઠબંધન આખરે પડી ભાંગ્યુ છે. નીતિશકુમારે આ ર્નિણય જેડીયુની બેઠકમાં લીધો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/