fbpx
રાષ્ટ્રીય

ઈસરોનો પાયો નાખનાર વિક્રમ સારાભાઈના જન્મદિને રસપ્રદ વાતો જાણો

ભારત આઝાદ થયા બાદ તેમણે ૧૯૪૭માં ફિઝીકલ રીસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. ભારતમાં વ્યાવસાયિક વ્યવસ્થાપન શિક્ષણની જરૂરિયાતને સમજીને સારાભાઈએ ૧૯૬૨માં અમદાવાદ ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વૈજ્ઞાનિક સંશોધનમાં તેમની ભાગીદારી હોવા છતાં તેમણે ઉદ્યોગ, વ્યવસાય અને વિકાસના મુદ્દાઓમાં રસ લીધો હતો. વિક્રમ સારાભાઈ એક ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા. જેમણે અવકાશ સંશોધનની શરૂઆત કરી અને ભારતમાં પરમાણુ શક્તિ વિકસાવવામાં મદદ કરી.

તેમના પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે આજે આપણા દેશમાં ૈંજીઇર્ં જેવી વિશ્વસ્તરીય સંસ્થા છે. સારાભાઈએ ૧૯૬૩માં વૈજ્ઞાનિકો સાથે મળીને એક નાનું રોકેટ અવકાશમાં છોડ્યું હતું. આ માટે તે તિરુવનંતપુરમના એક ગામ થુંબા ગયા હતા. જ્યાં ન તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું કે ન તો ત્યાં બનેલી ઓફિસમાં છત હતી. આજે તે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તરીકે ઓળખાય છે. તેમણે દ્ગછજીછનો સંપર્ક કર્યો અને ૧૯૭૫માં સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ (જીૈં્‌ઈ)ની સ્થાપના કરી હતી. આ કારણે ભારતમાં કેબલ ટીવીનો યુગ શરૂ થયો.

ભારત સરકારે તેમને ૧૯૬૬માં પદ્મ ભૂષણ અને ૧૯૭૨માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. સારાભાઇના લગ્ન ક્લાસિકલ ડાન્સર મૃણાલિની સ્વામિનાથન સાથે થયા હતા. વિક્રમ સારાભાઇએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ, દર્પણ એકેડેમ ઓફ પર્ફોમિંગ આર્ટ્‌સ, નેશનલ ઇન્સ્ટિટ્યૂ ઓફ ડિઝાઇન સહિત અનેક સંસ્થાઓના પાયા નાંખ્યા હતા. ૨૦ ડિસેમ્બર, ૧૯૭૧માં સારાભાઇ પોતાના સાથીઓ સાથે થુંબા ગયા હતા. ત્યાંથી તેમણે એક રોકેટ લોન્ચ કર્યુ હતું. ત્યાં દિવસભરની તૈયારીઓ જાેઈને તે પોતાની હોટેલ પરત ફર્યા હતા. પરંતુ તે જ રાત્રે અચાનક તેનું મૃત્યુ થઈ ગયું હતું.

તેમની પ્રેરણાથી દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.આજે ભારતના અવકાશ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઈની જન્મજયંતિ છે. વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા કાપડના વેપારી હતા. આવી સ્થિતિમાં સારાભાઈના ઉછેરમાં કોઈ પણ પ્રકારની કમી ન હતી. તેમણે પરિવાર દ્વારા સ્થાપવામાં આવેલી શાળામાં અભ્યાસ કર્યો હતો.

જેમાં વિજ્ઞાન પ્રત્યે તેની જિજ્ઞાસા અને જ્ઞાનને વધુ તીવ્ર બનાવવા માટે વર્કશોપ પણ ઉપલબ્ધ હતું. ૧૮ વર્ષની ઉંમરે તેઓ રવીન્દ્રનાથ ટાગોરની ભલામણ પર કેમ્બ્રિજ પહોંચ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે દેશમાં પાછા ફર્યા હતા. તેમણે ૧૯૪૭માં પીએચડી પૂર્ણ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/