fbpx
રાષ્ટ્રીય

ન્યૂક્લિયરથી જાેડાયેલા દસ્તાવેજાેની તપાસ માટે એફબીઆઈ પહોંચી ટ્રમ્પના ઘરે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ઘર પર અમેરિકી ફેડરલ એજન્ટની રેડને લઇને એક મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ફેડરલ એજન્ટ એજન્ટ કથિત રીતે પરમાણુ હથિયારો સાથે સંબંધિત દસ્તાવેજાેની તલાશમાં ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે રેડ પાડવામાં આવી હતી. વોશિંગ્ટન પોસ્ટે ગુરૂવારે આ સંબંધમાં ખુલાસો કરતાં જણાવ્યું કે એ સ્પષ્ટ નથી કે પામ બીચમાં પૂર્વ રાષ્ટ્રપતિના માર-એ-લાગો રિસોર્ટ્‌માંથી એવા દસ્તાવેજ મળ્યા કે નહી. તો બીજી તરફ ટ્રમ્પ અને ન્યાય વિભાગે પણ પરમાણુ હથિયારો સાથે સંબંધિત દસ્તાવેજાેની શોધ પર કોઇ સાર્વજનિક જાહેરાત કરી નથી.

ન્યાય વિભાગે એક ન્યાયાધીશ પાસે તે વોરન્ટને સાર્વજનિક કરવા માટે કહ્યું જેણે ટ્રમ્પના ઘરે એફબીઆઇ રેડને અધિકૃત કરી. ઘણા લોકો તેને રાજકીય બદલો ગણાવી રહ્યા હતા. અટોર્ની જનરલ મેરિક ગારલેંડએ કહ્યું કે તે ચાલી રહેલી તપાસના વિવરણ પર ચર્ચા ન કરી શકે, પરંતુ તેમણે વ્યક્તિગત રૂપથી સર્ચ વોરન્ટ પર પોતાની વાત રજૂ કરી. તેમણે સંવાદદતઓને કહ્યું કે ‘હું વ્યક્તિગતરૂપથી આ મામલે સર્ચ વોરન્ટ લેવાના ર્નિણયને મંજૂરી આપી છે. વિભાગ આ પ્રકારના ર્નિણયમાં હળવાશમાં લેતો નથી.” એફબીઆઇએ તાજેતરમાં ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત માર-એ-લાગો ઘર પર રેડ પાડવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર આ દરમિયાન એફબીઆઇએ ત્યાંથી દસ્તાવેજાેથી ભરેલા એક બોક્સને જપ્ત કર્યું હતું. આ કાર્યવાહીને જાણીજાેઇને તે સમ્યે અંજામ આપવામાં આવ્યો હતો, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઘરે ન હતા. ઓફિસરોનું માનવું હતું કે ટ્રમ્પને હાજરીમાં રેડ પાડવાની કાર્યવાહી પ્રભાવિત થઇ શકે છે અને તેને મુદ્દો બનાવીને તેનો રાજકીય લાભ લઇ શકે છે. જાેકે પહેલાં એ કહેવામાં આવ્યું છે કે રેડ રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે જાેડાયેલા સત્તાવાર કાગળોની શોધખોળ માટે પાડવામાં આવી છે, જેને ટ્રમ્પ પોતાની સાથે લઇ ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/