fbpx
રાષ્ટ્રીય

સાસુ-વહુ વચ્ચે તકરાર થતા સાસુએ વહુની ક્રૂરતાથી ગળુ કાપી હત્યા કરી

આંધ્રપ્રદેશના અન્નમાય્યા જિલ્લાથી એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે. અહીં રાયચોટી શહેરના રામાપુરમ વિસ્તારમાં એક મહિલાએ પોતાની વહુની ક્રૂરતાથી હત્યા કરી દીધી છે. સાસુએ પહેલા વહુનું ગળુ કાપ્યું અને પછી ખુલ્લેઆમ માથુ લઈ પોલીસ સ્ટેશન પહોંચી. સાસુ તે હથિયાર પણ સાથે લઈ જેનાથી તેણે તેની વહુનુ માથુ વાઢ્યું હતુ. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. પોલીસ અનુસાર, આરોપી મહિલાનું નામ સુબ્બામ્મા છે, અને વહુનું નામ વસુંધરા છે.

વસુંધરાના પતિનું ૧૦ વર્ષ પહેલા જ એક અકસ્માતમાં મોત થયું હતુ, ત્યારબાદ વસુંધરા પોતાના બે બાળકો સાથે પતિની માસીના ઘરે રહેતી હતી. પોલીસ અનુસાર, થોડા દિવસથી વસુંધરાના વ્યવહારમાં ફેરફાર જાેવા મળી રહ્યો હતો, તેને મલ્લિકાર્જુન નામના કોઈ વ્યક્તિ સાથે અફેર ચાલી રહ્યું હતુ. આજ કારણસર સાસુ અને વહુ વચ્ચે તકરાર ચાલી રહી હતી, અને બંન્ને વચ્ચે તણાવ વધી ગયો હતો.

પોલીસે જણાવ્યું કે, સવારે પણ આજ મામલે સાસુ વહુ વચ્ચે ઝગડો થયો હતો, જેમાં વસુંધરાએ તેની સાસુને જાનથી મારી નાખવાની ધમકી આપી, જેથી સાસુ ડરી ગઈ અને તેને વિચાર્યું કે, વસુંધરા અને તેનો પ્રેમી ભેગા થઈ મારી હત્યા કરી દેશે અને બધી સંપત્તિ પર કબજાે જમાવી લેશે, અને પોતા-પોતી પાસે કઈ નહીં રહે, જેથી સાસુએ હત્યાનું પગલું ભર્યું. ઘટનાની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલા ત્યારબાદ તેના ભાઈના દીકરા (ભત્રીજા) સાથે મળી એક ધારદાર હથિયારથી વસુંધરાની હત્યા કરી, ત્યારબાદ સાસુએ વહુનું ગળુ કાપી માથુ લઈ પોલીસ સ્ટેશન પહોંચી.

પોલીસે હાલમાં મહિલાની ધરપકડ કરી માથાને થેલીમાં રાખી દીધુ છે. આ ઘટનાને ત્યારે અંજામ આપવામાં આવ્યો જ્યારે વસુંધરાની બંને દીકરીઓ સ્કૂલે ગઈ હતી. જ્યારે દીકરીઓ ઘરે પહોંચી તોતેમને પુરી જાણકારી મળી. બંને દીકરીઓ હવે અનાથ બની ગઈ છે. પિતાનું પહેલા જ મોત થઈ ગયું હતુ, હવે માતાની પણ હત્યા થઈ ગઈ, અને દાદી જેલમાં જશે. આ ઘટના બાદ પુરા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ હાઝ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/