fbpx
રાષ્ટ્રીય

તિરંગાવાળો સાફો બાંધીને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

પીએમ મોદી દર વખતે પોતાના દમદાર ભાષણની સાથે સાથે પોષાક અને વિવિધતાવાળા સાફાથી પણ દેશવાસીઓના મન જીતે છે. આ વખતે પીએમ મોદીએ તિરંગાવાળો સાફો પહેર્યો હતો. જેમાં ત્રણ રંગ જાેવા મળ્યા. પીએમ મોદીએ સફેદ કૂર્તો, ચૂડીદાર પાઈજામો અને આછા વાદળી રંગનું જેકેટ પહેર્યું હતું. આ સાથે તિરંગાવાળી પાઘડી પહેરી. વર્ષ ૨૦૧૪થી લઈને ૨૦૨૧ સુધી પીએમ મોદીની પાઘડી કે સાફા હંમેશા ચર્ચામાં રહ્યા છે. પીએમ મોદીએ ધ્વજારોહણ કરતા પહેલા મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ પર જઈને બાપુને નમન કર્યા તથા પુષ્પાંજલિ અર્પણ કરી. અહીંથી તેઓ કાફલા સાથે લાલ કિલ્લા પર જવા નીકળ્યા હતા. પીએમ મોદી જેવા લાલ કિલ્લા પર પહોંચ્યા તો તેમને ત્રણેય સેનાના જવાનોએ સલામી આપી. પીએમ મોદીએ પણ તેમનું અભિવાદન કર્યું. ત્યારબાદ પીએમ મોદી લાહોરી ગેટ થઈને લાલ કિલ્લાની અંદર પહોંચ્યા.

પીએમ મોદીના સ્વાગત માટે લાલ કિલ્લામાં રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું. સુરક્ષા એકદમ ચાકબંધ હતી. પીએમ મોદીએ ૭૬મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પર નવમીવાર તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ રાષ્ટ્રગીત વાગ્યું. પછી પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું. સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન કરે તેવી પરંપરા છે. જે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ચાલતી આવી છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ પરિવારવાદ, ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા. આ ઉપરાંત આગામી ૨૫ વર્ષની ભારતના વિકાસની બ્લ્યૂ પ્રિન્ટ પણ રજૂ કરી. નારી સન્માનની વાત કરતા ભાવુક થતા જાેવા મળ્યા. તેમણે એમ પણ કહ્યું કે અનેકવાર ટેલેન્ટ ભાષામાં બંધાઈ જાય છે પરંતુ એવું થવું જાેઈએ નહીં. દેશમાં જેટલી પણ ભાષાઓ છે આપણને તેના પર ગર્વ હોવો જાેઈએ. સ્વતંત્રતા દિવસના અવસરે સંબોધન બાદ પીએમ મોદી લાલ કિલ્લાથી બહાર કારમાં બેસીને આવ્યા અને પછી વિભિન્ન રાજ્યોમાંથી આવેલા કલાકારોની સાથે તેમણે મુલાકાત કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/