fbpx
રાષ્ટ્રીય

દિલ્હીમાં કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની બેઠક

દિલ્હીમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે સવારે ૧૧ કલાકે પોતાના આવાસ પર ધારાસભ્યોની બેઠક બોલાવી છે. જેમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ, ઈડી અને સીબીઆઈ દ્વારા આપ નેતાઓ પર દરોડા અને ભાજપ દ્વારા કથિત રીતે દિલ્હી સરકારને ઉખાડી ફેંકવાના પ્રયાસ પર ચર્ચા થશે. આજે અરવિંદ કેજરીવાલના નિવાસ્થાને આમ આદમી પાર્ટીની રાજકીય મામલાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ધારાસભ્યોને તોડવાના આરોપોને લઈને આ બેઠક મળી હતી. બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, ગોપાલ રાય, આતિશી, એનડી ગુપ્તા, દુર્ગેશ પાઠક, પંકજ ગુપ્તા, રાઘવ ચડ્‌ઢા, ઇમરાન હુસૈન અને રાખી બિડલાન હાજર રહ્યાં હતા.

આ પહેલા કેજરીવાલે કહ્યું કે તેમની આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ કહ્યું કે તેમને પાર્ટી તોડવા માટે ધમકાવવામાં આવી રહ્યાં છે અને લાંચની ઓફર કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ આપ છોડવા પર તેમને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા અને બધા કેસ પરત લેવાની રજૂઆત કરી હતી. તે આકબરી નીતિ ૨૦૨૧-૨૦૨૨ને લાગૂ કરવામાં કથિત અનિયમિતતાને લઈને સીબીઆઈ તપાસનો સામનો કરી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/