fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસ નેતાઓએ આઝાદને યાદ અપાવ્યા જૂના દિવસો

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુલામ નબી આઝાદ પર આકરા પ્રહારો કર્યા છે. ગેહલોતે કહ્યુ કે આજે આઝાદ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી ખુસામતકારોથી ઘેરાયેલા છે, જ્યારે અમે સંજય ગાંધી સાથે રાજનીતિ કહી રહ્યા હતા તો આ ગુલામ નબી આઝાદને સંજય ગાંધીના ખુસામતકાર કહેવામાં આવી રહ્યાં હતા. ગેહલોતે કહ્યુ કે અમે તે સમયે સંજય ગાંધીથી સહમત નહોતા તો તેમની આગેવાનીમાં સત્તાથી બહાર રહીને સંઘર્ષ કરી રહ્યાં હતા અને આ લોકો સંજ ગાંધીના સલાહકાર હતા. આજે રાહુલ ગાંધી ઠીક તે રીતે પોતાની રીતે કોંગ્રેસ ચલાવવા ઈચ્છી રહ્યાં છે તો ગુલામ નબી આઝાદને ખરાન ન લાગવું જાેઈએ. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યુ કે ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી બધાએ ગુલામ નબી આઝાદનો સાથ આપ્યો.

ઈન્દિરા ગાંધી તો ગુલામ નબીના લગ્નમાં શ્રીનગર ગયા હતા. કાશ્મીર ડિસ્ટર્બ થયું તો બે વખત મહારાષ્ટ્રથી તેમને રાજ્યસભા મોકલવામાં આવ્યા. ગેહલોતે કહ્યુ કે મને વ્યક્તિગત રૂપથી ધક્કો લાગ્યો છે કે ગુલામ નબીએ એવા સમયે રાજીનામુ આપ્યું છે જ્યારે સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ ગયા છે. પહેલા તે જી-૨૩ બનાવી પત્ર લખતા હતા, ત્યારે સોનિયા ગાંધી બીમાર હતા. તેમણે જે કર્યું તે માનવતાની વિરુદ્ધ છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ ગુલામ નબી આઝાદના ર્નિણય પર અફસોસ વ્યક્ત કર્યો છે. દિગ્વિજય સિંહે કહ્યુ કે ગુલામ નબી આઝાદને કોંગ્રેસે સંગઠન અને સરકારમાં અનેક વખત પદ આપ્યા હતા. ૨ વખત લોકસભા સાંસદ બનાવ્યા, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનાવ્યા. ચૂંટણીની હારજીતથી બચાવી પાંચ વખત રાજ્યસભા મોકલ્યા, ત્યારબાદ પણ તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી. મને આ વાતનું દુખ છે.

દિગ્વિજય સિંહે કહ્યુ કે રાહુલ ગાંધી પર ગુલામ નબી આઝાદના આરોપ નિરાધાર છે. આ સિવાય તેમણે જે રાજીનામુ આપ્યું અને જે પત્ર લખ્યો છે તેની હું ઘોર નિંદા કરૂ છું. તો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યુ કે તે સતત પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. કોંગ્રેસે તેમને સન્માન આપ્યું છે. તેમને કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી પણ બનાવ્યા. તેમના જવાથી પાર્ટીને કોઈ નુકસાન થશે નહીં. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા પણ આઝાદના ર્નિણયથી ચોકી ગયા છે. તેમણે કહ્યું કે ગુલામ નબી આઝાદે ૪૧ વર્ષ એટલે કે ૧૯૮૦થી ૨૦૨૧ સુધી ગાંધી પરિવારની ચાર પેઢીઓ સાથે સત્તાનો આનંદ લીધો. ૨૪ વર્ષ કેન્દ્રીય મંત્રી રહ્યા, ૫ વર્ષ મુખ્યમંત્રી અને ૩૫ વર્ષ પાર્ટીના મહાસચિવ રહ્યા.

હવે ગુલામ નબી આઝાદને તે નેતૃત્વ પર દોષ નજર આવી રહ્યો છે. સુરજેવાલાએ કહ્યુ કે વ્યક્તિના ચરિત્રનો આ યોગ્ય માપદંડ છે. ખુદ સત્તામાં તો બધુ સારૂ, સત્તાથી બહાર તો બધુ ખરાબ. નોંધનીય છે કે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે શુક્રવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યથી લઈને બધા પદો પરથી પોતાનું રાજીનામુ પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/