fbpx
રાષ્ટ્રીય

ચીનમાં મોટા બેન્ક કૌભાંડનો પર્દાફાશ થયો

ચીનમાં મોટા બેન્ક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગ્રામીણ બેન્કોમાં ઉંચા વ્યાજદરના ખોટા વચનો સાથે લોકોના જીવનભરની જમા રકમ હડપવાના આરોપમાં પોલીસે ૨૩૪ લોકોની ધરપકડ કરી છે. મામલો ૫૮૦ ડોલર એટલે કે ૪૬.૩ કરોડ હજાર રૂપિયાના કૌભાંડ સાથે જાેડાયેલો છે. હાલમાં બેન્કોની બહાર સરકાર દ્વારા તોપો ઉભી કરવાની વાત સામે આવી હતી. આ તે સમયની વાત છે જ્યારે લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેન્કોની બહાર મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યાં હતા. જાણવા મળી રહ્યું છે કે આ મામલામાં હજુ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે.

સેન્ટ્રલ ચીનના અધિકારીઓએ સોમવારે ગ્રામીણ બેન્કોમાં જમા રકમ પર ઉચ્ચ વ્યાજદરોના ખોટા વાયદા સાથે લોકોને ૪૬.૩ કરોડનો ચુનો લગાવ્યો છે. રાત્રે સેન્ટ્રલ ચીનના અધિકારીઓના નિવેદન અનુસાર, હેનાત પ્રાંતના શુચાંગ શહેરમાં પોલીસે કૌભાંડ સાથે જાેડાયેલા ૨૩૪ શંકાસ્પદોની ધરપકડ કરી છે અને ચોરીના પૈસા જપ્ત કર્યા છે. પોલીસે કહ્યું કે લૂ યિવેઈએ ષડયંત્ર રચ્યું અને તે માસ્ટરમાઇન્ડ હતો. તેણે હેનાન પ્રાંતની ચાર ગ્રામીણ બેન્કોને ગેરકાયદેસર રીતે સંચાલિત કરી અને સંપૂર્ણ કંટ્રોલ લઈ લીધો હતો.

આ લોકો રોકાણકારોને લાલચ આપતા હતા કે તેને જમા રકમ પર વાર્ષિક ૧૩થી ૧૮ ટકા સુધી વ્યાજ મળશે. રોકાણકારોને વિશ્વાસમાં લઈને આ મોટા બેન્ક કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો. ચીનમાં બેન્ક કૌભાંડનો મામલો દુનિયાની સામે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે હેનાત સહિત ઘણા પ્રાંતોમાં બેન્કોની બહાર તોપો ઉભી હતી. હકીકતમાં રોકાણકારો પોતાની જમા રકમ ઉપાડવા માટે ભેગા થયા હતા. જ્યારે તેને પૈસા ન મળ્યા તો વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં રાખતા સરકારે આ પગલું ભર્યું હતું.

હેનાનની આ ચારેય ગ્રામીણ બેન્કોએ ૧૮ એપ્રિલથી પોતાની ઓનલાઇન બેન્કિંગ સેવાઓ સસ્પેન્ડ કરી દીધી હતી. ત્યારબાદ લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શક્યા નહીં. સિસ્ટમ અપગ્રેડનો હવાલો આપતા બેન્કે ગ્રાહકોને રકમ ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ચીનના આ મહા કૌભાંડે વર્ષ ૨૦૧૯ બાદ દેશની ઇં૫૨ ટ્રિલિયન બેન્કિંગ સિસ્ટમને મોટો ઝટકો આપ્યો. ત્યારબાદ સરકારે ઇનર મંગોલિયામાં એક ધિરાણકર્તાનું નિયંત્રણ જપ્ત કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/