fbpx
રાષ્ટ્રીય

સોશિયલ મીડિયા પર પોતાના વિચારો રજૂ કરતા કોર્ટે ૪૫ વર્ષની સજા ફટકારી

આખી દુનિયામાં વાણી સ્વાતંત્ર્યને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર. પરંતુ આ બધાની વચ્ચે જાે કોઈને માત્ર એક ટ્‌વીટ માટે ૪૫ વર્ષની સજા થાય તો? સાઉદી અરેબિયાની કોર્ટે એક મહિલાને સોશિયલ મીડિયા પર પોતાના વિચારોની અભિવ્યક્તિ કરવા બદલ સખત સજા ફટકારી છે. નૌરાહ બિન સઈદ અલ-કહતાની પર ઈન્ટરનેટનો ઉપયોગ કરીને સાઉદી અરેબિયાના સામાજિક માળખાને કલંકિત કરવા આરોપ છે. નૌરાહ પહેલી મહિલા નથી, જેને સાઉદી અરેબિયાના કાળા કાયદાને કારણે જેલના સળિયા પાછળ દિવસો પસાર કરવા મજબૂર કરવામાં આવી હોય. તેમના પહેલા પણ અનેક મહિલાઓને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવા બદલ આ સજા મળી છે.

કહતાનીને કેટલાક દશકની સજા ફટકારવામાં આવી હતી. તેને આતંકવાદી અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં તેણે જાહેર હુકમનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. માનવાધિકાર સંગઠન ડેમોક્રેસી ફોર ધ આરબ વર્લ્ડ નાઉ એ દાવો કર્યો છે કે તેણે કોર્ટના આ આદેશને જાેયો છે. આ સંસ્થાની સ્થાપના જમાલ ખાશોગીએ કરી હતી. કહતાનીની ધરપકડ ક્યારે કરવામાં આવી, તે સમયે કેવા સંજાેગો હતા, તેને ક્યારે સજા સંભળાવવામાં આવી? તે વિશે વધુ માહિતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેને આ સજા ટિ્‌વટર પર પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આપવામાં આવી છે. થોડા અઠવાડિયા પહેલા, ૩૪ વર્ષીય સલમા અલ શબાબ, તે યુનિવર્સિટી ઓફ લીડ્‌સમાં પીએચડીની વિદ્યાર્થી હતી અને બે બાળકોની માતા હતી, તેને ૩૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

તે રજાઓમાં સાઉદી અરેબિયા આવી હતી. કોર્ટના દસ્તાવેજાેમાં કહેવામાં આવ્યું છે કે તેમના ટ્‌વીટથી દેશની સાર્વભૌમત્વને ખતરો છે અને રમખાણો ભડકાવવાનું જાેખમ ઊભું થયું છે. શબાબે કોર્ટમાં જણાવ્યું કે પૂછપરછ દરમિયાન તેને ટોર્ચર કરવામાં આવી હતી. તેને એવી દવાઓ આપવામાં આવી હતી, જેનાથી તે બેભાન થઈ ગઈ. ગયા મહિને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેન જેદ્દાહમાં મળ્યા હતા. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે ટીકાકારો સામે કડક કાર્યવાહી ન કરવી જાેઈએ.અહીં ઉલ્લેખનીય છે કે, લુજેન અલ-હાથલોલ સાઉદી સામાજિક કાર્યકર છે તેણે મહિનાઓ જેલમાં વિતાવ્યા કારણ કે તેણીએ પ્રતિબંધો તોડીને ડ્રાઇવ કરવાની હિંમત કરી હતી. આ ગુનામાં તેને મે ૨૦૧૮માં જેલની સજા થઈ હતી. ગયા વર્ષે તેમને ત્રણ વર્ષ બાદ જામીન મળ્યા હતા. પરંતુ તેના પર પાંચ વર્ષનો પ્રવાસ કરવાનો પ્રતિબંધ અને અન્ય પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/