fbpx
રાષ્ટ્રીય

પોર્ટુગલમાં ગર્ભવતી મહિલાનું હોસ્પિટલમાં જગ્યા ન મળવાને કારણે થયું મોત, પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું રાજીનામુ

પોર્ટુગલમાં ગર્ભવતી ભારતીય મહિલાનું હોસ્પિટલમાં જગ્યા ન મળવાને કારણે મોત થઈ ગયું હતું. રિપોર્ટ સામે આવ્યા બાદ અહીંના સ્વાસ્થ્ય મંત્રી માર્તા ટેમિડોએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ૩૪ વર્ષીય મહિલાનું ત્યારે મોત થયું જ્યારે તેને બેડ ન મળવાને કારણે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહી હતી. ૩૪ વર્ષીય મહિલાને રાજધાની લિસ્બનની એક હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મેટરનિટી વોર્ડમાં જગ્યા ન મળવાને કારણે તેને દાખલ ન કરી શકાય અને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી. રસ્તામાં કાર્ડિયક એટેકને કારણે તેનું મોત થઈ ગયું હતું. નૈતિકતાના આધાર પર આપ્યું રાજીનામુ પોર્ટુગલની હોસ્પિટલમાં કર્મચારીઓ અને ડોક્ટરોની કમીને કારણે આવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે.

ડો. માર્તા ટેમિડો ૨૦૧૮થી સ્વાસ્થ્ય મંત્રી હતા. કોરોના કાળમાં સ્થિતિ સંભાળવા માટે તેમની ખુબ પ્રશંસા થઈ હતી. મંગળવારે સરકારે કહ્યું કે, ડો. ટેમિડોને અનુભવ થઈ ગયો કે તે આવી સ્થિતિમાં પદ પર રહી શકાય નહીં. પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્તાએ કહ્યું કે મહિલાના મોતથી ડો. ટેમિડોને ખુબ દુખ પહોંચ્યું તેથી તેમણે રાજીનામુ આપી દીધુ છે. મેટરનિટી વોર્ડમાં સ્ટાફની કમીને લઈને પોર્ટુગલ સરકારની ખુબ આલોચના થઈ રહી છે. આ સમસ્યાને કારણે ઘણી જગ્યાએ વોર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. તો ઘણીવાર પ્રેગમેન્ટ મહિલાઓને ખતરાની સ્થિતિમાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવી પડે છે. સ્થાનીક મીડિયા પ્રમાણે ભારતીય મહિલાને લિસ્બનની સાંતા મારિયા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહી હતી. તે રાજધાની લિસ્બનની સૌથી મોટી હોસ્પિટલ છે. મહિલાને બચાવી શકાય નહીં પરંતુ ઇમરજન્સી સર્જરી દ્વારા બાળકને બચાવી લેવામાં આવ્યું છે.

જાણવા મળી રહ્યું છે કે મહિલાનું બાળક સ્વસ્થ છે. મહિલાના મોતને લઈને એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. હાલના મહિનામાં પોર્ટુગલમાં આવી ઘણી ઘટનાઓ બની ચુકી છે. થોડા દિવસ પહેલા પણ મહિલાને હોસ્પિટલ લઈ જવા સમયે બે બાળકોના મોત થઈ ગયા હતા. પોર્ટુગલની સામે ડોક્ટરોની મોટી સમસ્યા છે, જેના કારણે વિદેશથી ડોક્ટર હાયર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. કેટલીક જગ્યાઓ પર મેટરનિટી વોર્ડ બંધ થવાને કારણે હોસ્પિટલમાં ભીડ અને મારામારી જાેવા મળી રહી છે. પોર્ટુગલના ડોક્ટર એસોસિએશનનું કહેવું છે કે ટેમિડોએ તેથી રાજીનામુ આપ્યું કારણ કે તેની પાસે આ સંકટમાંથી નિકળવાનો કોઈ માર્ગ નહોતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/