fbpx
રાષ્ટ્રીય

પોંડેચેરીમાં એક મહિલાએ તેની દીકરીના ક્લાસમાં ભણતા એક વિદ્યાર્થીને ઝેર આપી મારી નાંખ્યો

કરાઇકરલમાં એક મહિલાએ તેની દીકરીના ક્લાસમાં ભણતા એક વિદ્યાર્થીને ઝેર આપી મારી નાંખ્યો છે. આ વિદ્યાર્થી દરેક વખતે ક્લાસમાં ટોપ કરતો હતો. આ વિદ્યાર્થીને કારણે તેની દીકરી ક્લાસમાં ટોપ કરી શકતી નહોતી. તેથી માતાએ કાવતરું ઘડીને વિદ્યાર્થીને જ મારી નાંખ્યો હતો. મહિલાએ બાળકને મારવા માટે એક જાેરદાર પ્લાન બનાવ્યો હતો. પોંડીચેરીના કરાઇકલમાં ૪૨ વર્ષીય મહિલાની દીકરી ૮મા ધોરણમાં ભણતી હતી. મહિલાની ઇચ્છા હતી કે તેની દીકરી ક્લાસમાં ટોપ કરે. જાે કે, ક્લાસમાં એક બીજાે વિદ્યાર્થી દરેક વખતે પહેલો નંબર લઈ જતો હતો. તે છોકરો ભણવામાં ખૂબ હોશિયાર હતો. તેથી મહિલાને તેની ઇર્ષ્યા થતી હતી. તેની દીકરીના ક્લાસમાં દરવખતે પહેલો નંબર લાવતો છોકરો બાલમણિકંદન હતો.

તેની દીકરીના સ્પર્ધકને રસ્તામાંથી કાઢી નાંખવા સ્કૂલના વાર્ષિક મહોત્સવમાં ચોકીદારને જૂઠ્ઠુ કહ્યુ હતુ કે, તે મણિકંદનની માતા છે. મહિલાએ ચોકીદારને કોલ્ડડ્રિંક્સની બે બોટલ આપી હતી અને કહ્યુ હતુ કે બંને મણિકંદનને આપી દે. મણિકંદને સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ માટે મહિલાએ કહ્યુ હતુ કે, કાર્યક્રમ પછી તેને પીવાથી એનર્જી વધશે. ચોકીદારે બંને બોટલ મણિકંદનને આપી દીધી. ત્યારબાદ મણિકંદને બંને બોટલ કોલ્ડડ્રિંક્સ પીધું હતું. જ્યારે શાળામાં રજા પડી અને મણિકંદન તેના ઘરે પહોંચ્યો તો તેને ઉલટીઓ થવા લાગી. ત્યારબાદ તેના માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં સારવાર બાદ મણિકંદન ઘરે આવ્યો હતો. જાે કે, શનિવારે તે ફરી બીમાર પડ્યો હતો.

ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તે જ રાતે તેનું મોત નીપજ્યું હતું. મરતા પહેલાં મણિકંદને તેની માતાને કહ્યુ હતુ કે, ચોકીદારે મને કોલ્ડડ્રિંક્સ પીવા માટે આપ્યું હતું, જે તમે મને મોકલ્યું હતું. આ સાંભળીને મણિકંદનની માતા આશ્ચર્યચકિત થઈ ગઈ. કારણ કે તેમણે તો કોઈ કોલ્ડડ્રિંક્સ મોકલ્યું જ નહોતું. ત્યારબાદ તેની માતાએ સ્કૂલે જઈ ચોકીદારની પૂછપરછ કરી હતી. ત્યારબાદ સીસીટીવીથી તપાસ કરવામાં આવી હતી. જેમાં મહિલા ઝડપાઈ ગઈ હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે કોલ્ડડ્રિંક્સમાં એક પારંપારિક દવા ભેળવી દીધી હતી. જેનાથી પહેલાં ઝાડા થઈ જાય અને ત્યારબાદ મોત થઈ જાય છે. જાે કે, સીસીટીવી કેમેરાથી જ મહિલા પકડાઈ ગઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/