fbpx
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઃ હિજાબ સાથે શીખોની ‘પાધડી’ અને ‘કિરપાણ’ની સરખામણી ન કરી શકાય

હિજાબ મામલામાં કર્ણાટક હાઈકોર્ટેના ચુકાદાને પડકારતી અરજીઓ પર ૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે તેની એક ટિપ્પણીમાં કહ્યું કે શીખોની પાધડી અને કૃપાણની સરખામણી હિજાબ સાથે ન કરી શકાય. સુનાવણી દરમિયાન જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું કે ૫ જજની ખંડપીઠ એ નક્કી કરી ચુકી છે કે પાધડી અને કૃપાણ શીખ ધર્મનો અનિવાર્ય હિસ્સો છે. આ બંને ચીજાે શીખોની ઓળખ સાથે જાેડાયેલી છે. જસ્ટિ હેમંત ગુપ્તાએ કહ્યું કે શીખ ધર્મના ૫૦૦ વર્ષના ઈતિહાસ અને ભારતીય બંધારણ પ્રમાણે પણ શીખો માટે પાંચ કકાર જરૂરી છે. એવામાં શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પહેરવાની સરખામણી, શીખોના ધાર્મિક ચિહ્નો સાથે કરવી યોગ્ય નથી. હિજાબ મામલા પર સુનાવણી ૧૨ સપ્ટેમ્બરે પણ ચાલુ રહેશે. આ દિવસે અરજકર્તાઓ તરફથી સલમાન ખુર્શીદ દલીલ કરશે. ખંડપીઠે આ ટિપ્પણી અરજકર્તાઓ તરફથી હાજર થયેલા વકીલની દલીલ સાંભળ્યા પછીથી કરી હતી.

અરજદારના વકીલ નિજામ પાશાએ દલીલ કરી હતી કે શીખ ધર્મના પાંચ કકારોંની જેમ જ ઈસ્લામના પણ ૫ સ્તંભ છે. જેમાં હજ, નમાઝ, રોઝા, જકાત અને તૌહાદી સામેલ છે. પાશાએ કહ્યું કે જાે કોઈ શીખને પાધડી પહેરીને સ્કુલમાં ન જવા દેવામાં આવે તો એ બંધારણનું ઉલ્લંઘન છે. હું છોકરાઓની સ્કુલમાં ગયો, મારા ક્લાસમાં ઘણા શીખ છોકરાઓ હતા, તેમણે એક જ ક્લરની પાધડી પહેરી હતી. તેનાથી એ બાબત સાબિત થાય છે કે તેનાથી અનુશાસનનું ઉલ્લંઘન થતું નથી. નિઝામે પાશાએ ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું ઉદાહરણ આપવાની કોશિશ કરી. તેમની દલીલ પર જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું કે અમે ફ્રાન્સ કે ઓસ્ટ્રિયા મુજબ બનવા માંગતા નથી. અમે ભારતીય છીએ અને ભારતમાં રહેવા માંગીએ છીએ. સુપ્રીમ કોર્ટની બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું કે તમે શીખો સાતે સરખામણી ન કરો. શીખ ધર્મની પ્રાર્થનાઓ દેશની સંસ્કૃતિમાં છે.

તેના જવાબમાં પાશાએ દલીલ કરી કે અમારું કહેવું છે કે ૧૪૦૦ વર્ષથી હિજાબ પણ ઈસ્લામિક પરંપરાનો હિસ્સો છે. એવામાં કર્ણાટક હાઈકોર્ટનો નિષ્કર્ષ ખોટો છે. તેમણે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાના કેટલાક હિસ્સાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે હિજાબ એક સાંસ્કૃતિક પ્રથા છે. તેને લઈને પાશાએ કહ્યું કે ભલે હિજાબ એક સાંસ્કૃતિક પ્રથા છે, જાેકે તેને એ રીતે સંરક્ષિત કરવામાં આવી છે, જે રીતે શીખો માટે પાધડી પહેરવાનું સંરક્ષિત કરવામાં આવ્યું છે. જસ્ટિસ હેમંત ગુપ્તાએ અરજદારના વકીલ નિજામ પાશાના આ તર્કને અયોગ્ય ગણીને ફગાવી નાંખ્યો હતો.

દેવદત્ત કામતની દલીલોને સાંભળ્યા પછી કોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું કે તમે કોર્ટમાં પહેરવામાં આવતા ડ્રેસની સરખામણી સ્કુલના ડ્રેસ સાથે ન કરી શકો. વકીલ રાજીવ ધવને પાધડીનો હવાલો આપ્યો હતો, જાેકે પાધડી પણ જરૂરી નથી કે ધાર્મિક પહેરવેશ જ હોય. ઋતુના કારણે રાજસ્થાનમાં લોકો મોટાભાગે પાધડી પહેરે છે. જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું કે રોડ પર હિજાબ પહેરવાથી ભલે કોઈને સમસ્યા ન હોય પરંતુ સવાલ સ્કુલની અંદર હિજાબ પહેરવાને લઈને છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/