fbpx
રાષ્ટ્રીય

યાત્રાના બીજા દિવસે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે ભાજપ નેતાઓેની ટિપ્પણીના આ રીતે જવાબો આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કશ્મીર સુધી ‘ભારત જાેડો યાત્રા’ નિકાળી રહ્યા છે. યાત્રાના બીજા દિવસે તેમણે તમિલનાડુમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન પ્રત્રકારોએ તેમને ભારત જાેડો યાત્રાને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ટિપ્પણીઓ વિશે પૂછ્યૂ હતું. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘જુઓ આ ભાજપનો અભિપ્રાય છે, આરએસએસનો અભિપ્રાય હોઈ શકે છે. તેમનો પોતાનો અભિપ્રાય છે. તેમને હક છે. મારી આ યાત્રા નફરતની વિરુદ્ધ છે. દેશને જાેડવા માટે છે. બીજેપી અને આરએસએસએ દેશને જે નુકસાન પહોંચાડ્યુ છે, તેને રોકવા માટે હું આ યાત્રા કરી રહ્યો છું . આપણે તેના વિરુદ્ધ લડવું જાેઈએ. વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના કોંગ્રેસ છોડવા વિશે તેમને પૂછવામાં આવ્યુ તો રાહુલ ગાંધીએ કહ્યુ કે, ‘બધા લોકો લડવા માંગતા નથી. ઘણા લોકો બીજેપીની સામે હાથ જાેડીને શાંતિ મેળવવા માંગે છે. હું તેમના જેવો નથી.’

રાહુલ ગાંધીની ‘ભારત જાેડો યાત્રા’ પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટિપ્પણી કરતા કહ્યુ કે, ‘કોંગ્રેસે આ યાત્રા શરૂ કરવી જ હોય તો તેની શરૂઆત પાકિસ્તાનથી થવી જાેઈએ. ભારત પહેલાથી જ જાેડાયેલું છે અને એક છે. ભારતના ભાગલા ૧૯૪૭માં થયા હતા. તેથી ભારતમાં આ યાત્રાનો કોઈ લાભ મળવાનો નથી. કશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જાેડાયેલું છે. કોંગ્રેસે ૧૯૪૭માં ભારતને ખંડિત કર્યુ હતું. રાહુલ ગાંધીને કંઈ પસ્તાવો હોય કે મારા નાનાએ ગરબડ કરી હતી, પંડિત નહેરુના સમયમાં જે થયુ, તે ખોટું હતું, તો તેણે પાકિસ્તાનથી ભારત જાેડો યાત્રાની શરૂઆત કરવી જાેઈએ. પાકિસ્તાનને ભારતમાં જાેડો, બાંગ્લાદેશને ભારતમાં જાેડો.’ આ જ વાત પર તમિલનાડુ ભાજપ પ્રમુખ અન્નામભાઈએ મજાક કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી ‘ભારત જાેડો નહીં, ભારત છોડો’ યાત્રા માટે પ્રસિદ્ધ છે. જ્યારે આ યાત્રા દરમિયાન તેઓ દેશભરમાં ફરશે ત્યારે ખબર પડશે કે આઠ વર્ષમાં પીએમ મોદીએ શું કર્યુ છે.

તેમની આંખો ખુલી જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સાચુ કહુ તો, બે હજાર વર્ષોથી બે અલગ-અલગ દ્રષ્ટિકોણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, અને આ ચાલુ રહેશે. ભારતના બે અલગ-અલગ દ્રષ્ટિકોણ છે, એક દ્રષ્ટિકોણ કઠોર અને નિયંત્રિત માટે અને બીજાે બહુવચનવાદી અને ખુલ્લા વિચારવાળો છે. વિચારોની આ લડાઈ ચાલુ રહેશે. બીજેપીએ આ દેશની બધી જ સંસ્થાઓને નિયંત્રણમાં લઈ લીધી છે અને તેમના માધ્યમોથી દબાવ આપી રહ્યા છે. અમે હવે એક રાજકીય પક્ષ સાથે લડી રહ્યા નથી. આ હવે ભારતીય રાજ્યની સંરચના અને વિપક્ષ વચ્ચેની લડાઈ છે.’ ફરીથી કોંગ્રેસની કમાન સંભાળવા પર રાહુલ ગાંધીએ કહ્યુ કે, ‘હું કોગ્રેસનો અધ્યક્ષ બનીશ કે નહીં, આ અધ્યક્ષ પદની ચૂંટણી વખતે સ્પષ્ટ થઈ જશે. મેં બહુ જ સ્પષ્ટ રીતે ર્નિણય લીધો છે કે હું શું કરીશ. મારા મનમાં કોઈ જ ભ્રમ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/