fbpx
રાષ્ટ્રીય

અમેરિકામાં પર તોળાતો મંદીનો ખતરો, રિટેલ મોંઘવારી દર 8.3%એ પહોંચ્યો, સમગ્ર વિશ્વ ચિંતિત

વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તા ગણાતા યુએસમાં અત્યારે મંદીનો ખતરો સતત તોળાઇ રહ્યો છે. અમેરિકામાં કૂદકેને ભૂસકે મોંઘવારી સતત વધી રહી છે જેની સામે અમેરિકા  લાચાર છે. સરકારના અનેક પ્રયાસો છતાં ફુગાવા પર અંકુશ મેળવવામાં કોઇ સફળતા સાંપડી નથી.

રશિયા-યુક્રેન યુદ્વની અસરોથી પણ અમેરિકાની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઇ છે. અમેરિકામાં મોંઘવારીને કાબૂમાં રાખવા માટે જવાબદાર ત્યાંની ફેડરલ રિઝર્વ પણ તેને કાબૂમાં રાખવામાં નિષ્ફળ નિવડી હોવાનું લાગી રહ્યું છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઓગસ્ટમાં યુએસમાં રિટેલ મોંઘવારી વધીને 8.3 ટકાએ પહોંચી છે. તે અગાઉ 8.1 ટકા રહેવાની ધારણા હતા. ફ્યૂલની કિંમત ઘટી છે પરંતુ અમેરિકામાં હજુ પણ મોંઘવારી યથાવત્ જ છે. 

યુએસમાં બીજી તરફ દવાની કિંમત સતત વધી રહી છે. કોર મોંઘવારી દર પણ 6.3 ટકાએ પહોંચી ગયો છે. કોર મોંઘવારી દરમાં ફૂડ અને ફ્યૂલ સામેલ નથી. આ મોંઘવારીના આંકડાઓ પણ ફેડરલ રિઝર્વની દરેક ક્ષણે નજર રહેતી હોય છે. 

મોંઘવારીના આ જાહેર થયેલા આંકડાઓથી હવે ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે તે ચોક્કસ થઇ ચૂક્યું છે. પહેલા એવી ધારણા હતી કે ફેડ રિઝર્વ વ્યાજદરોમાં 3 થી 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. પરંતુ હવે કેટલીક બ્રોકરેજ ફર્મ અનુસાર ફેડરલ રિઝર્વ 1 ટકાનો વધારો કરે તેવી પ્રબળ સંભાવનાઓ જણાઇ રહી છે. અમેરિકાનું લક્ષ્ય અત્યારે મોંઘવારી કાબૂ કરવાનો છે. તે માટે જો દેશનો વૃદ્વિદર ઘટે તો તેને પણ બહુ પ્રાથમિકતા આપવા માટે ફેડ રિઝર્વ તૈયારન થી. ફેડ રિઝર્વનો મોંઘવારી દરનું લક્ષ્યાંક 2 ટકા છે જે હાલમાં 8.6 ટકાના સર્વોચ્ચ સ્તરે છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/