fbpx
રાષ્ટ્રીય

સિદ્ધપુર પાલિકાના વોર્ડ નં-2માં સમસ્યાઓનું સમાધાન ન થતાં ચારેય સભ્યોનાં રાજીનામાં

સિદ્ધપુર શહેરના વોર્ડ નં 2માં વિકાસના કામો પાલિકા દ્વારા ન કરાતા હોવાની રાવ ત્રણ અપક્ષ અને એક ભાજપ મળી ચારેય કોર્પોરેટરો દ્વારા રાજીનામાં આપી દેતા રાજકીય માહોલ ગરમાયો હતો. સિદ્ધપુરના વોર્ડ નંબર 2માં લાંબા સમયથી સ્થાનિક ચૂંટાયેલા ત્રણ પક્ષના સભ્યો તેમજ એક ભાજપના સભ્યો મળી ચારે સભ્યો દ્વારા અનેક વખત પાલિકામાં વિસ્તારના કામો કરવા માટે રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી વિસ્તારના કામો ના કરતા હોવાની રાવ સાથે ભાજપના સભ્યોના રાજીનામાં બાદ વિસ્તારના વધુ ત્રણ અપક્ષ સભ્યો દ્વારા પાલિકા પ્રમુખને રાજીનામા આપી દીધા હતા. એક સાથે વિસ્તારના ચારે સભ્યો પાલિકા દ્વારા વિસ્તારના રહીશોના કામો ના થતા હોવાની રાવ સાથે રાજીનામાં આપતા સમગ્ર શહેરમાં ચર્ચા નો વિષય બન્યો હતો.

અપક્ષ સભ્ય વિકાસ પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 2માં અપક્ષ તરીકે ચૂંટાયેલ છું. પરંતુ અત્યાર સુધી અમારા વોર્ડમાં એકપણ નવું કામ થતું નથી. વોર્ડની સાફ સફાઈ જેવા સામાન્ય કામકાજ પણ થતા નથી. નગરપાલિકા દ્વારા અમારા વોર્ડ તરફ બેવડું વલણ રાખવામાં આવે છે. આ બાબતની ફરિયાદો અમોએ લેખિતમાં દરેક જગ્યાએ કરેલ છે. પરંતુ આનો કોઈ નિવારણ આવતું નથી. જેના કારણે રાજીનામું આપું છું.

સિદ્ધપુર પાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્યએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં કુલ 2.40 કરોડના કામો મંજુર કરવામાં આવેલા છે. જેમાંથી કેટલાક કામો પૂર્ણ થયા છે કેટલાક હાલમાં પ્રક્રિયામાં છે. તેમના કામ થાય જ છે.પાલિકાના સત્તાધીશો સામે ખોટા અક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 2ના આખા રાજપુર વિસ્તારમાં છેલ્લાં 10 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકામાં હલ્લા બોલ કર્યો હતો.સ્થાનિક લોકોએ છાજીયા લઈ નગરપાલિકા હાય હાય સાથે પ્રમુખ સહીત પાલિકાના અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે પાલિકામાં માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ જણાવ્યુ હતું કે છેલ્લા અઠવાડિયાથી પીવાનું પાણી બિલકુલ આવતું નથી.વેરો ભરવા છતાં પણ પાલિકા દ્વારા અમારા વિસ્તારોમાં સાફ સફાઇ પણ કરવામાં આવતી નથી. કોર્પોરેટરો વોટ લેવા આવી જશે પણ તકલીફો દુર કોઈ આવતું નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/