fbpx
રાષ્ટ્રીય

Happy B’day: મુખ્યપ્રધાન પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિતે સોશિયલ મીડિયા મારફતે પાઠવી વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની વિશેષ શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શુભેચ્છા સંદેશ ટ્વિટ કર્યો હતો.આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. પીએમ મોદી આજે 72 વર્ષના થયા. આજે પાટનગર ગાંધીનગર સહિત ગુજરાત રાજ્ય અને દેશમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસને લઈ તેમને ચારે કોરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. લોકો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ તથા ગાંધીનગર ના ધારાસભ્ય શંભુજી ઠાકોર સહિત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ છે, ત્યારે તેમને દેશ વિદેશમાંથી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની વિશેષ શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શુભેચ્છા સંદેશ ટ્વિટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે ભારતના જનપ્રિય જનનાયક, વિકાસપુરુષ, વૈશ્વિક ફલક પર મા ભારતીને પરમ વૈભવના શિખરો સર કરાવનાર, દેશનું ગૌરવ અને ગુજરાતના સપૂત માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની અંત:કરણથી શુભકામનાઓ. ઈશ્વર સમક્ષ આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું. તો ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ સંદેશમાં લખ્યું હતું કે, ભારતને સફળતાની સીડી પર લઈ જનાર વ્યક્તિ, જેણે આપણા રાષ્ટ્રને વિકાસનો માર્ગ બતાવ્યો, જેણે ભારતને વિશ્વગુરુ બનાવવાના દરવાજા ખોલ્યા, ચાલો આપણે બધા તેમને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિથી ભરપૂર જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે પણ શુભેચ્છા પાઠવી છે, કહ્યું કે, આપણાં યશસ્વી અને લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી વંદન કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પ્રજાવત્સલ નેતૃત્વમાં ભારતે વિશ્વમાં મજબૂત, સુરક્ષિત અને વિશ્વસનીય રાષ્ટ્રની ઓળખ મેળવી છે. સંઘર્ષ, પરિશ્રમ અસાધારણ દ્રષ્ટિકોણ, નેતૃત્વ અને સમર્પિત સેવાને પગલે દેશનાં જન-જનનો વિકાસ થયો છે. પરમ કૃપાળુ પરમાત્મા માનનીય પ્રધાનમંત્રી શ્રીને ઉત્તમ સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું. આ સાથે ધારાસભ્ય શંભુજી ઠાકોર સહિત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી છે. જે અંતર્ગત ભાજપ આખા દેશમાં બૂથ સ્તર પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે ‘સેવા પખવાડિયા’ હેઠળ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરશે. આખા દેશમાં આ જન્મદિવસને યાદગાર બનાવવાની યોજના બનાવવામાં આવી છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જંયતી 2 ઓક્ટોમ્બર સુધી ભાજપના કાર્યકર્તા ભારતના દરેક જિલ્લામાં જઈ સમાજ સેવાનું કામ કરશે. તેઓ સમાજ સેવા સાથે જોડાયેલા કાર્યક્રમોનું આયોજન કરશે. આ આયોજન હેઠળ તેઓ સામાન્ય જનતા સાથે સંવાદ કરીને તેમની ફરિયાદોનું નિરાકરણ કરી, તેમની મદદ કરશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગ રુપે થઈ રહેલા ‘સેવા પખવાડિયા’ દરમિયાન દેશના દરેક બૂથ પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેની સાથે સાથે ભાજપ દેશના તમામ જિલ્લામાં નિશુલ્ક સ્વાસ્થ્ય શિક્ષણ શિબિર અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરશે. તમામ જિલ્લામાં દિવ્યાંગોને કૃત્રિમ અંગ અને ઉપકરણોનું વિતરણ પણ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/