fbpx
રાષ્ટ્રીય

મુકેશ અંબાણીએ તિરૂમાલા મંદિરમાં દર્શન કર્યા અને આટલા રૂપિયા દાન કર્યા

વિશ્વના શિર્ષ અમીરોમાં શુમાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તિરૂમાલા મંદિરના દર્શન કર્યા. તેમણે ભગવાન વેન્કટેશ્વરના દર્શન કરી આશિર્વાદ લીધા છે. આ દરમિયાન તેમની સાથે તેમના નાના દીકરા અનંત અંબાણીની ફીયાન્સે રાધિકા મર્ચન્ટ પણ હતી. આવતા મહિને રિલ્યાન્સ દેશમાં 5G સેવા શરૂ કરવા જઇ રહ્યી છે. તેની સાથે જ જીયો 5G આપનારી દેશની પહેલી ટેલિકોમ કંપની બની જશે.

ગયા મહિને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બેઠકમાં મુકેશ અંબાણીએ દેશને 5G સેવાઓ આપવાનું એલાન કર્યું હતું. તેની સાથે જ તેમણે પોતાના કારોબારને પણ દીકરાઓમાં વહેંચી દીધો છે. રિલાયન્સ જીઓના ડાયરેક્ટર પદેથી પણ તેમણે રાજીનામું આપી દીધું હતું. કારોબારને દીકરાઓના હાથોમાં આપ્યા બાદ હવે તે ભગવાનના દર્શન કરવા માટે આંધ્ર પ્રદેશ પહોંચ્યા છે.રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને નિર્દેશક મુકેશ અંબાણીએ શુક્રવારે આંધ્ર પ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરૂમાલા મંદિરના દર્શન કર્યા. તેમણે ભગવાન વેન્કટેશ્વરના આશિર્વાદ લીધા. મંદિર પહોંચ્યા બાદ તિરૂપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી ધર્મા રેડ્ડીએ મુકેશ અંબાણીનું સ્વાગત કર્યુ.

મુકેશ અંબાણીએ ભગવાનના દર્શન બાદ મંદિર પ્રાંગણને પણ જોયું અને ત્યાં ગજરાજના પણ દર્શન કર્યા. મંદિર દર્શન દરમિયાન મુકેશ અંબાણી સાથે તેમના નાના દીકરાની ફિયાન્સે રાધિકા મર્ચન્ટ કે, જે જાણીતા બિઝનેસમેન એનકોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટની દીકરી છે તે પણ મુકેશ અંબાણીની સાથે હતી. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બાળપણના મિત્ર છે અને બન્ને જલ્દીથી લગ્નગ્રંથીમાં જોડાવા જઇ રહ્યા છે.

મુકેશ અંબાણીએ પ્રસિદ્ધ પહાડી મંદિર તિરૂમાલામાં પૂજા – અર્ચના કર્યા બાદ તેમણે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમને ડિમાન્ડ ડ્રાફ્ટ આપીને દાન પણ કર્યું. ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા મુકેશ અંબાણીએ મંદિરને 1.5 કરોડ રૂપિયાનું દાન કર્યુ. માનવામાં આવી રહ્યું છે કે, દીકરાઓના હાથોમાં કારોબારને સોંપ્યા બાદ રિલાયન્સ ગ્રુપના સર્વેસર્વા મુકેશ અંબાણી સમય કાઢીને ભગવાનના દર્શન કરવા ગયા હતા.

મુકેશ અંબાણી હવે ગ્રીન એનર્જીના બિઝનેસમાં પણ પગ પસારવા જઇ રહ્યા છે. તે હવે ઓઇલ બિઝનેસ પર કંપનીની નિર્ભરતા ઓછી કરવા માગે છે અને સાથે સાથે તેઓ રિલાયન્સના રિટેલ બિઝનેસનો પણ ખૂબ ઝડપથી વિસ્તાર કરવા માગે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/