fbpx
રાષ્ટ્રીય

ભાજપે આ પાર્ટીને આપ્યો ત્રીજો ઝટકો, આખા એકમનું ભાજપમાં વિલીનીકરણ

બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને JDUના રસ્તા અલગ થયા બાદ નીતિશ કુમારને ત્રીજો  ઝટકો લાગ્યો છે. દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવમાં એક ડઝનથી વધુ JDU નેતાઓ ભાજપમાં જોડાય ગયા છે. આ અગાઉ અરુણાચલ પ્રદેશ અને મણિપુરીમાં પણ ઘણા JDU નેતાઓએ ભાજપનો સાથ પકડ્યો હતો. એવું કહી શકાય છે કે, આ JDUને ભાજપ દ્વારા આપવામાં આવેલો ત્રીજો ઝટકો છે. રિપોર્ટ મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાની હાજરીમાં સ્થાનિક સંસ્થાઓના ઘણા ચૂંટાયેલા સભ્યોએ JDUનો સાથ છોડી દીધો અને ઔપચારિક રીતે ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

ભાજપના સામાન્ય સચિવ તરુણ ચુગે આ બાબતે કહ્યું કે, અહીં 16 JDU નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. JDUના આખા એકમનું જ ભાજપમાં વિલીનીકરણ થઈ ગયું. જો કે, વાત કરીએ JDUની તો બિહાર સિવાય તેની ચૂંટણીમાં હાજરી અન્ય કોઈ રાજ્યમાં નથી. મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં જે એકલ-ડોકલ ધારાસભ્યો હતા તે પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે. જ્યારે, નીતિશ કુમારની નજર 2024ની લોકસભા ચૂંટણી પર છે. હાલ તેઓ વિપક્ષી એકતા માટે વિપક્ષના નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યા છે.

મણિપુરમાં લાગ્યો હતો મોટો ઝટકો

મણિપુરમાં JDUના 6માંથી 5 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જેના પછી JDUએ કહ્યું હતું કે, ‘ભાજપ પીઠમાં ચપ્પુ મારી રહી છે’. પાર્ટી દ્વારા અમિત શાહ અને PM મોદી પર પાર્ટી તોડવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. આ અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ 8 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા. JDU અધ્યક્ષ લલન સિંહનું કહેવું છે કે, ભાજપ અનૈતિક કાર્ય કરી રહી છે કારણ કે JDU ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. આ એ ધારાસભ્યો છે કે જેમણે ભાજપના જ ઉમેદવારોને હરાવ્યા હતા, એવામાં જનતાની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

બિહારમાં ભાજપ અને JDUની સરકાર ગત દિવસો દરમિયાન પડી ભાંગી છે. નીતીશ કુમારે RJDની સાથે મળીને સરકાર બનાવી લીધી અને ભાજપ કિનારા પર આવી ગઈ. ત્યાર બાદ નીતિશ કુમારે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા અને તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બની ગયા. હવે કોંગ્રેસ, RJD અને JDU ગઠબંધનની બિહારમાં સરકાર છે. જ્યારે, હાલ નીતિશ કુમાર 2024ની લોકોસભાની ચુંટણીની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/