fbpx
રાષ્ટ્રીય

વર્દીના નશામાં પોલીસકર્મીએ ફરિયાદીને જ થપ્પડ મારી દીધી

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક પોલીસ ઈન્સ્પેક્ટરે ફરિયાદીને થપ્પડ મારી દીધી અને પોલીસ સ્ટેશનથી ભગાડી દીધો. આ કેસનો વીડિયો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફરિયાદી પોતાની ફરિયાદ લઈને બિનોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલામાં SPએ ઈન્સ્પેક્ટરને લાઈન પર લગાવ્યા છે. SPએ કહ્યું કે ઈન્સ્પેક્ટર સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ આ મામલો બિનોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં પાંચ દિવસ પહેલા એક બાળકી ગુમ થઈ હતી. આ ફરિયાદને લઈ ફરિયાદી પોલીસ પાસે ગયો હતો. આરોપ છે કે જ્યારે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં પોતાની પીડા કહી ત્યારે ઈન્સ્પેક્ટર વિરજા રામે તેને થપ્પડ મારી હતી.આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ તે વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ SP નીરજ કુમાર જાદૌને ઈન્સ્પેક્ટરને લાઈનમાં હાજર કર્યા હતા. આ સાથે SPએ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે કોઈ પણ પીડિત સાથે ગેરવર્તન ન થવું જોઈએ. જો કોઈ ફરિયાદ આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

SP નીરજ કુમાર જાદૌને જણાવ્યું કે ઇન્સ્પેક્ટર દ્વારા થપ્પડ મારવામાં આવેલો વીડિયો બિનોલી પોલીસ સ્ટેશનનો છે. ગઈકાલે ગ્રામજનોએ માહિતી આપી હતી કે, ઈન્સ્પેક્ટર વિરજા રામે પોલીસ સ્ટેશન પરિસરમાં ફરિયાદ લઈને આવેલા લોકો સાથે અભદ્ર વર્તન કર્યું છે.

આ માહિતી બાદ સીઓ સિટીને ઘટનાસ્થળે જઈને તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેણે તપાસ કરીને રિપોર્ટ આપ્યો. આ પછી, ઈન્સ્પેક્ટરને ગઈકાલ રાતે જ બિનોલી સ્ટેશન ઈન્ચાર્જના ચાર્જમાંથી હટાવીને પોલીસ લાઈનમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ સાથે ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/