fbpx
રાષ્ટ્રીય

મોહાલી વીડિયો લીકનું શિમલા કનેક્શન? જાણો કોણ-કોણ છે સકંજામાં,કેટલી થઈ શકે છે સજા

મોહાલીની પ્રાઈવેટ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓના વીડિયો લીક પર બવાલ વધતી જઈ રહી છે. વિદ્યાર્થીનીઓના પ્રદર્શનને પગલે યુનિવર્સિટીમાં 6 દિવસ માટે ક્લાસીસ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, યુનિવર્સિટી પ્રશાસને હોસ્ટેલની બે વોર્ડનને પણ સસ્પેન્ડ કરી દીધી છે. તેમાંથી એક વોર્ડનનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમા તે આરોપી વિદ્યાર્થીનીને ફટકાર લગાવતી દેખાઈ રહી હતી. યુનિવર્સિટીમાં શનિવાર રાતથી બવાલ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર કથિત વીડિયો લીક થવાનો દાવો કરતા સેંકડો વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન શરૂ કરી દીધુ હતું. બાદમાં પોલીસ પણ બોલાવવામાં આવી. વિદ્યાર્થીનીઓ આરોપી વિદ્યાર્થીનીની ધરપકડની માગ પર અડી હતી. આ સમગ્ર મામલા પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ ટ્વીટ કર્યું. તેમણે કહ્યું- યુનિવર્સિટીની ઘટના વિશે સાંભળીને દુઃખ થયુ. અમારી દીકરીઓ અમારું સન્માન છે. મામલાની હાઈ લેવલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દોષીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

અત્યારસુધી શું-શું થયુ?

  • શનિવાર રાત્રે પ્રાઈવેટ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની સેંકડો વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન કર્યું. તેમનો દાવો હતો કે હોસ્ટેલની જ એક યુવતીએ તેમનો નહાતો વીડિયો બનાવ્યો અને તેને લીક કર્યો.
  • દાવો કરવામાં આવ્યો કે, સોશિયલ મીડિયા પર વીડિયો લીક થયા બાદ કેટલીક વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો. જોકે, યુનિવર્સિટી પ્રશાસને તેને રદ્દિયો આપી દીધો. પ્રશાસનનું કહેવુ છે કે, એક વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
  • હંગામો કરી રહેલી વિદ્યાર્થીનીઓનો દાવો હતો કે, આરોપી વિદ્યાર્થીનીએ 60 કરતા વધુ છોકરીઓના નહાતા વીડિયો બનાવ્યા હતા. જોકે, યુનિવર્સિટી પ્રશાસને આ દાવાને રદ્દિયો આપી દીધો. તેમજ, પોલીસે કહ્યું કે અફવાને પગલે આ પ્રદર્શન થયુ હતું.

પોલીસ-યુનિવર્સિટીના અલગ દાવા

  • વિદ્યાર્થીનીઓનો દાવો છે કે આરોપી વિદ્યાર્થીનીએ ઘણી છોકરીઓના વીડિયો બનાવ્યા હતા. જોકે, પોલીસે વિદ્યાર્થીનીઓના આ દાવાને રદ્દ કરી દીધો છે.
  • ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પંજાબ પોલીસના એડીજી ગુરપ્રીત દેવે જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થીનીએ પોતાનો જ વીડિયો શેર કર્યો હતો અને કોઈ અન્ય વિદ્યાર્થીનીનો વીડિયો નથી મળ્યો.
  • યુનિવર્સિટી પ્રશાસને હંગામો કરી રહેલી વિદ્યાર્થીનીઓના દાવાને ખોટો અને આધારહીન ગણાવ્યો છે. યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થીનીઓના સુસાઈડ અટેમ્પ્ટ કરવાના દાવાને પણ રદ્દ કરી દીધો છે.

વિદ્યાર્થીનીઓનો શું છે દાવો?

  • યુનિવર્સિટી કેમ્પસમાં હંગામો કરી રહેલી વિદ્યાર્થીનીઓએ દાવો કર્યો કે, આરોપી વિદ્યાર્થીનીએ 60 કરતા વધુ છોકરીઓના વીડિયો બનાવ્યા અને તેને લીક કર્યા.
  • વિદ્યાર્થીનીઓએ દાવો કર્યો કે, શનિવારે સાંજે આરોપી વિદ્યાર્થીનીએ પોતાના બોયફ્રેન્ડને ફોન પર વીડિયોને લીક કર્યા હતા. ત્યારબાદ 10 કરતા વધુ વિદ્યાર્થીનીઓને પેનિક એટેક પણ આવ્યો હતો.
  • એક વિદ્યાર્થીનીએ દાવો કર્યો કે, વીડિયો બનાવ્યા બાદ તેને બાદમાં ડિલીટ પણ કરી દીધો હતો અને આરોપી વિદ્યાર્થીનીનો ફોન પણ તૂટી ગયો હતો.
  • બીજી તરફ, પોલીસ અને પ્રશાસનના નિવેદન સામે આવ્યા બાદ વિદ્યાર્થીનીઓએ માફી માંગવા માટે કહ્યું છે. વિદ્યાર્થીનીઓનું કહેવુ છે કે, જે વિદ્યાર્થીનીઓના વીડિયો કથિતરીતે લીક થયા છે, તે પોતાના નિવેદન વિદ્યાર્થી પ્રતિનિધિ સામે નોંધાવશે.

પોલીસે અત્યારસુધી શું-શું કર્યુ?

  • પોલીસે આ મામલામાં IPCની ધારા 354C અને IT એક્ટની ધારા 66E અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે.
  • મોહાલીના SSP વિવેક શીલ સોનીએ જણાવ્યું કે, ફોરેન્સિક તપાસ માટે આરોપી વિદ્યાર્થીનીનો મોબાઈલ ફોન સીઝ કરી લેવામાં આવ્યો છે.
  • ન્યૂઝ એજન્સી અનુસાર, DIG જીપીએસ ભુલ્લર અને ડિસી અમિત તલવારે પ્રદર્શનકારી વિદ્યાર્થીનીઓને આશ્વાસન આપ્યું છે કે, સીનિયર વુમન IPSની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવશે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.

યુનિવર્સિટી પ્રશાસને શું-શું કર્યું?

  • યુનિવર્સિટી પ્રશાસને અત્યારસુધી હોસ્ટેલની બે વોર્ડનને સસ્પેન્ડ કરી દીધી છે. આ પહેલા યુનિવર્સિટીમાં 6 દિવસ માટે ક્લાસીસ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
  • જે વોર્ડનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમા લે કોર્બોઈઝર હોસ્ટેલની વોર્ડન રાજવિંદર કોર પણ છે. કોર પર કથિતરીતે વિદ્યાર્થીનીઓના કપડાં પર ટિપ્પણી કરવાનો આરોપ છે. તેમજ, બીજી વોર્ડને કથિતરીતે છોકરીઓ પાસેથી મોબાઈલ ફોનમાંથી વીડિયો હટાવવા માટે કહ્યું હતું.

અત્યારસુધી કેટલા આરોપીની કરાઈ ધરપકડ?

  • આ સમગ્ર મામલામાં પોલીસે અત્યારસુધી ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમાંથી એક હોસ્ટેલની જ વિદ્યાર્થીની છે, જેના પર વિદ્યાર્થીનીઓના વીડિયો બનાવવા અને તેને લીક કરી દેવાનો આરોપ છે. બે આરોપી હિમાચલ પ્રદેશમાંથી પકડાઈ ગયા છે.
  • શિમલાના રોહરૂથી 23 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક આરોપી વિદ્યાર્થીનીનો બોયફ્રેન્ડ છે. શિમલાના જ ઢલ્લીથી 31 વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બંનેને પંજાબ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપીઓને કેટલી સજા થઈ શકે છે?

  • આ મામલામાં પોલીસે IPC ધારા 354C અને આઈટી એક્ટની ધારા 66E અંતર્ગત કેસ દાખલ કર્યો છે.
  • IPCની ધારા 354C કહે છે કે, જો કોઈ પુરુષ, કોઈ પ્રાઈવેટ કૃત્યમાં લાગેલી કોઈ સ્ત્રીને ત્યારે જોશે, જ્યારે તે સ્ત્રીને તે અંગે જાણ ના હોય અથવા તો તેનો ફોટો પાડશે અને તેને પ્રસારિત કરશે, તો દોષ સાબિત થવા પર ઓછામાં ઓછી એક વર્ષ અને વધુમાં વધુ ત્રણ વર્ષની કેદ અને દંડની સજા થશે. જો બીજીવાર પણ દોષી સાબિત થાય તો ત્રણ વર્ષની કેદ અને દંડની સજા થશે.
  • આઈટી એક્ટની ધારા 66E કહે છે કે, જો કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિની અનુમતિ વિના તેના પ્રાઈવેટ અંગોની તસવીરો લે, તેને છાપે કે પ્રસારિત કરે, તો દોષી સાબિત થવા પર ત્રણ વર્ષ સુધીની કેદ અને બે લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/