fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાની ફ્લાઈટમાં જ્યારે મુસાફરે બારીઓ અને સીટો પર લાતો મારવાનું શરૂ કર્યું

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ની પેશાવર-દુબઈ ફ્લાઈટમાં એક મુસાફરે હંગામો મચાવ્યો હતો. પેસેન્જર ક્રૂ મેમ્બર સાથે કોઈ વાતને લઈને દલીલ કરવા લાગ્યો. દલીલ કર્યા બાદ પેસેન્જરે પ્લેનમાં જ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે અચાનક સીટો પર મુક્કા મારવાનું શરૂ કર્યું. તેણે પ્લેનની બારીને લાત મારી અને ફ્લાઈટ ક્રૂ સાથે દલીલ કરી. ઘટના વિશે સૂત્રોના અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે, PIAની PK-283 ફ્લાઈટમાં એક મુસાફરે ક્રૂ સાથે દલીલ કરી અને વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું. તેણે પ્લેનની બારીને જોરથી લાત મારીને નુકસાન પહોંચાડ્યું હતું. તે જાણી જોઈને તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એરલાઈન્સની PK-283 ફ્લાઈટમાં તેણે એવું કામ કર્યું કે તેને જોઈને પ્લેનમાં બેઠેલા લોકો પણ નારાજ થઈ ગયા.

પેસેન્જરે સીટોને ધક્કો માર્યો, લાત મારી અને પછી મોઢું નીચે રાખીને જમીન પર સૂઈ ગયો. ફ્લાઇટ દરમિયાન તેણે હિંસક વર્તન કરવાનું ચાલુ રાખ્યું હતું. બાદમાં જ્યારે ફ્લાઈટ એટેન્ડન્ટે પરિસ્થિતિને કાબૂમાં લેવા દરમિયાનગીરી કરી તો તેણે તેમના પર પણ હુમલો કર્યો હતો. મીડિયાએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, ઉડ્ડયન કાયદા મુજબ મુસાફરને તેની સીટ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. પ્રોટોકોલ મુજબ, ફ્લાઈટના કેપ્ટને દુબઈના એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો અને સુરક્ષા માંગી. દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ સુરક્ષા અધિકારીઓએ હંગામો કરતાં મુસાફરને કસ્ટડીમાં લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટમાંથી અજીબોગરીબ ઘટનાઓ થવાની આવી ખબરો આવતી રહે છે. અગાઉ, એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પ્લેનની અંદર ગરમીથી પીડાતા મુસાફરો તેમના હાથમાં કાગળના પંખાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. માત્ર મુસાફરો જ નહીં, આ વીડિયોમાં પ્લેનની એર હોસ્ટેસ પણ હાથમાં પંખાને ઝૂલાવતી જોવા મળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/