fbpx
રાષ્ટ્રીય

22 ઓગસ્ટે સોનાલી ફોગાટ સાથે શું થયું હતું? આરોપી સુધીર સાંગવાને કહી આખી વાત

BJP નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ હત્યાકાંડમાં આરોપી સુધીર સાંગવાનની કબૂલાત સામે આવી છે. મીડિયા પાસે સુધીરનું એ નિવેદન છે જે તેણે ગોવા પોલીસને આપ્યું હતું. ત્યારે આ નિવેદન બાબતે મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ સુધીર સાંગવાન દ્વારા લખેલા દરેક શબ્દો વિશે અહીં આપણે જાણીશું. રિપોર્ટ મુજબ 22 ઓગસ્ટની રાતની સંપૂર્ણ ઘટનાની નકલ પણ મીડિયા પાસે છે. એ દિવસની રાત્રે સોનાલી ફોગાટ સાથે શું થયું હતું, સોનાલીને MDMA ડ્રગ્સ કોણે આપ્યું હતું, આ બધી બાબતો વિશે આપણે વિગતે વાત કરીશું.

સુધીરે કબૂલનામામાં શું લખ્યું?

જે કબૂલનામું છે, તેમાં લખવામાં આવ્યું છે કે, હું સુધીર પાલ, મારી મિત્ર સોનાલી ફોગાટ અને અમારો મિત્ર સુખવિંદર સિંહ 22 ઓગસ્ટ 2022ના રોજ ગોવામાં અંજુના, ઉત્તર ગોવાના ગ્રેન્ડ લિયોની રિસોર્ટમાં રહેવા માટે ગયા હતા. બપોરના લગભગ 2:30 વાગ્યે અમે હોટલના રૂમમાં ચેક ઇન કર્યું હતું. સાંજે 4:30 વાગ્યે સોનાલી ફોગાટજીએ સુખવિંદર સિંહને MDMA ડ્રગ ખરીદી લાવવા માટે કહ્યું. અમને ત્રણેયને MDMA ડ્રગ્સનો નશો કરવાની ઈચ્છા હતી.

લગભગ 8:30 વાગ્યે સુખવિન્દર સિંહ અમારા રૂમમાં આવીને બોલ્યો કે 4 ગ્રામ MDMA ડ્રગ્સ માટે 12 હજારની જરૂરત છે અને તે હોટેલ ગ્રાન્ડ લિયોનીના રૂમ બોય પાસેથી MDMA ડ્રગ્સ મંગાવશે. મેં તેને 5 હજાર રૂપિયા રોકડા આપ્યા અને તેને કહ્યું કે તે તેના તરફથી 7 હજાર આપશે. તે પછી લગભગ 9 વાગ્યે સુખવિંદર સિંહ અમારા રૂમમાં આવ્યો અને તેના હાથમાં એક નાનું પેકેટ હતું, જેમાં કલર વગરનું કેમિકલ હતું. સુખવિન્દરે કહ્યું કે તે MDMA છે. સોનાલીજીએ સુખવિંદર પાસેથી પેકેટ લીધું અને થોડુ પોર્શન લીધુ અને તેને જીણું કરીને બે લાઈનો બનાવી. અમે ત્રણેયે નાકમાંથી MDMA ખેંચવાનું નક્કી કર્યું હતું. અમે ત્રણેયે બે-બે લાઈનો નાકમાંથી ખેંચી.

અમે ત્રણેએ કર્લીઝ બીચ ક્લબમાં જવાનો પ્લાન કર્યો હતો. રાત્રે લગભગ 11:30 વાગ્યે સોનાલી અને સુખવિંદર બે સ્કૂટર લઈને કર્લીઝ જવા માટે નીકળ્યા. તે દરમિયાન જ એક છોકરી વનાયા અને તેની મિત્ર જે સુખવિંદરને પહેલાથી જ ઓળખતી હતી, તે પણ તેની મિત્રને લઈને સ્કૂટર પર કર્લીઝ જવા માટે નીકળી ગઈ, રૂમમા જે MDMA બચ્યું હતું તેમાંથી થોડું મે પ્લાસ્ટિકની ખાલી બોટલમાં મૂકીને મારી સાથે લઈ લીધું. અને બાકીનું બચેલું MDMA મે એ જ પ્લાસ્ટિકમાં રાખ્યું અને મેં તે પ્લાસ્ટિક મારા ખિસ્સામાં મૂકી દીધું.

અમે કર્લીઝ બીચ ક્લબમાં ડાન્સ ફ્લોરની પાસે પહેલાથી ટેબલ લીધું હતું અને અમે બીયર, ઓરેન્જ જ્યુસ, કોકટેલ અને કેક મંગાવી તેમજ પાણીની બોટલ પણ મંગાવી. એ દરમિયાન જ અમે પાંચ લોકો હતા. કર્લીઝ રેસ્ટોરન્ટ્સમાં મે જે બોટલમાં MDMA લાવ્યો હતો તેમાં પાણી નાખ્યું અને તે બોટલ સોનાલીજીએ પોતાની પાસે લીધી અને મિક્સ કર્યું. એ પાણીમાં ઓગળેલું MDMA મે, સોનાલી અને સુખવિંદરે અમે ત્રણેયે વારાફરતી પીધું.

રાત્રે લગભગ 12:45 વાગ્યે અમે ત્રણેય ડાન્સ ફ્લોર પર ડાન્સ કરવા માટે ગયા. અમે ત્રણેય રાત્રે 2:00 થી 2:30 વાગ્યા સુધી ડાન્સ કરી રહ્યા હતા. તે પછી સોનાલીજીએ મને કહ્યું કે તેમને વોશરૂમ જવું છે અને હું તેમને ડાબી બાજુના ટોયલેટમાં લઈને ગયો. તેમણે લેડીઝ ટોયલેટમાં ઉલ્ટી કરી. તે સમયે જ મને ખબર પડી ગઈ કે સોનાલીજીને MDMA ડ્રગ્સનો ઓવરડોઝ થઈ ગયો છે. તે દરમિયાન જ મેં ખાલી બોટલ જેમાં MDMA મિક્સ કર્યું હતું તેમાં મે MDMA ડ્રગ્સનું પેકેટ નાખી દીધું અને તે બોટલનું ઢાંકણું લગાવ્યું અને તે બોટલ મે લેડીઝ ટોયલેટના ફ્લશ ટેન્કમાં નાખી દીધી અને ફ્લશ ટાંકીનું ઢાંકણ બંધ કરી દીધું. ત્યાર બાદ તેના પછી અમે બંને પાછા ડાન્સ ફ્લોર પર જતાં રહ્યા. તે દરમિયાન જ સોનાલી વચ્ચે-વચ્ચે પાણી માંગતી રહી અને મે પીવડાવતો રહ્યો.

સવારે લગભગ 4:30 વાગ્યે સોનાલીજીએ ફરી મને લેડીઝ ટોયલેટમાં લઈ જવા માટે કહ્યું અને હું તેમને લઈને ગયો. ત્યારે નશાની હાલતમાં તેમના પગ લથડી રહ્યા હતા અને તે ત્યાં જ ટોયલેટ પાસે બેસી ગઈ. પછી મેં તેમને સહારો આપીને ટોયલેટમાં લઈ ગયો. સોનાલીએ તે દિવસે ગુલાબી અને બ્લુ રંગનું જીન્સ પહેર્યું હતું. પછી મેં તેમને કહ્યું કે, તેમને ડ્રગ્સનો નશો વધુ થઈ ગયો છે અને તે ચાલી નહીં શકશે. મેં તેમને પાણી પીવડાવ્યું અને તેમને ટોયલેટમાં નીચે જમીન પર બેસાડી અને હું તેમને પાણી પીવડાવતો રહ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/