fbpx
રાષ્ટ્રીય

40 મહિના પછી બેંકોમાં રોકડની તંગી, રિઝર્વ બેંકે ઉઠાવવું પડ્યું આ પગલું

રોકડા રૂપિયાથી હરીભરી રહેતી ભારતીયો બેંકોમાં રોકડની જબરદ્સ્ત તંગી ઉભી થઇ છે અને તેના ઉકેલ માટે રિઝર્વ બેંક ઓફ  ઇન્ડિયાએ આ પગલું ઉઠાવવું પડ્યું છે.  જો કે 40 મહિના પહેલાં પણ બેંકોમાં રોકડની તંગી ઉભી થઇ હતી. RBI દ્વારા ફુગાવાને કાબૂમાં લેવા માટે લેવામાં આવેલા કડક નીતિવિષયક નિર્ણયો બાદ 40 મહિનામાં પ્રથમ વખત ભારતીય બેંકિંગ સિસ્ટમમાં રોકડની અછત સર્જાઈ છે. આ સ્થિતિ પછી RBIએ 20 સપ્ટેમ્બર, 2022 મંગળવારના રોજ બેંકિંગ સિસ્ટમમાં 2.73 બિલિયન ડોલર એટલે કે 21800 કરોડ રૂપિયા નાંખવા પડ્યા છે. મે 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે બેંકિંગ સિસ્ટમમાં રોકડની તંગી  ઉભી થઇ છે.

વાસ્તવમાં, 4 મે, 2022 ના રોજ, RBIએ ફુગાવા પર લગામ લગાવવા માટે નાણાકીય નીતિની બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો વધારવાનો નિર્ણય લીધો હતો. બેંકિંગ સિસ્ટમમાં હાજર વધારાની રોકડ ઘટાડવા માટે, RBIએ કેશ રિઝર્વ રેશિયો (CRR) 50 બેસિસ પોઈન્ટ્સ 4 ટકાથી વધારીને 4.50 ટકા કર્યો હતો. CRR વધારવાનો નિર્ણય 21 મે, 2022થી અમલમાં આવ્યો છે. તેના કારણે બેંકિંગ સિસ્ટમમાં હાજર 90,000 કરોડ રૂપિયાની વધારાની રોકડમાં ઘટાડો આવી ગયો.

વાસ્તવમાં મોંઘવારી સતત વધી રહી છે. તેનું મુખ્ય કારણ બજારમાં ઉપલબ્ધ વધારાની રોકડ હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે RBIએ બેંકો પાસે હાલની વધારાની રોકડને શોષવા માટે CRRમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. બેંકોએ કુલ થાપણોના 4.50 ટકા આરબીઆઈ પાસે સીઆરઆર તરીકે રાખવા પડશે. તેનાથી બેંકિંગ સિસ્ટમમાં હાલની વધારાની રોકડમાં ઘટાડો થયો છે. બેંકો હવે સમજી વિચારીને લોન આપી રહી છે.

બેંકોએ RBI પાસે જે CRR રાખવાનું હોય છે તેના પર RBI બેંકોને વ્યાજ પણ ચૂકવતી નથી.બેંકિંગ સિસ્ટમમાં રોકડની તંગી પછી, એક દિવસ માટે કોલ મની દર વધીને 5.85 ટકા થઈ ગયા છે, જે જુલાઈ 2019 પછી સૌથી વધુ છે. રિર્ઝવ બેંક પણ જાણે છે કે હવે દેશમાં તહેવારોની મોસમ શરૂ થવાની છે અને બેંકોમાં રોકડની તંગી મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. તહેવારોમાં લોકોની ખરીદીનું પ્રમાણ ખાસ્સું વધી જતું હોય છે. જો કે એ પહેલાં રિઝર્વ બેંકે રૂપિયા આપી દેતા હવે સમસ્યાનું નિરાકરણ થયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/