fbpx
રાષ્ટ્રીય

લાલૂ પ્રસાદ યાદવને કોર્ટે સારવાર કરાવવા માટે સિંગાપોર જવાની મંજૂરી આપી

આઈઆરસીટીસી કૌભાંડના આરોપી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી સારવાર કરાવવા માટે સિંગાપોર જવાની મંજૂરી આપી છે. લાલૂ પ્રસાદ યાદવે કોર્ટમાં અરજી કરી સારવાર કરાવવા માટે સિંગાપોર જવાની મંજૂરી માગી હતી. તેને લઈને આજે એટલે કે બુધવારે રાઉજ એવન્યૂ કોર્ટે સુનાવણી કરી હતી અને લાલૂ પ્રસાદ યાદવને ૧૦ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર સુધી સિંગાપોર જવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, રાજદ સુપ્રીમો લાલૂ યાદવ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સિંગાપોર જઈ રહ્યા છે. લાલૂના પરિવારે ડોક્ટરોની સલાહ લઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો ર્નિણય લીધો છે. લાલૂ પ્રસાદ યાદવ કેટલીય બીમારીઓથી પીડાય છે. તેમની કિડની અને ફેફસાંમાં ગંભીર સંક્રમણ છે. આ સાથે જ તેમને ડાયબિટીઝ અને રક્તચાપ પણ છે. તેમની બંને કિડની ૭૫ ટકા ફેઇલ થઈ ગઈ છે. સીબીઆઈને વિશેષ કોર્ટે લાલૂ પ્રસાદ યાદવને તેમનો પાસપોર્ટ પાછો આપવા માટે આદેશ કર્યો હતો.

લાલૂ પ્રસાદે પાસપોર્ટ પાછો આપવા માટે ૧૩મી સપ્ટેમ્બરે અદાલતમાં અરજી કરી હતી. લાલૂની અરજી પર સુનાવણી દરમિયાન અધિવક્તાએ કોર્ટને કહ્યુ હતુ કે, સિંગાપોરમાં ડોક્ટરે ૨૪ સપ્ટેમ્બરે લાલૂ યાદવને તપાસ માટેની અપોઇન્ટમેન્ટ આપી છે. મહત્ત્વનું છે કે, તેમને તે પહેલાં સિંગાપોર પહોંચવું પડશે. તેથી તેમણે બને તેટલું ઝડપથી લાલૂ પ્રસાદ યાદવનો પાસપોર્ટ પાછો આપવા માટે માગ કરી હતી. આ સાથે જ અધિવક્તાએ સિંગાપોર જવાના દિવસથી ઓછામાં ઓછા બે મહિના સુધી પાસપોર્ટ રાખવાની રજૂઆત કરી હતી. ચારા કૌભાંડમાં દોષી કરાર આપ્યા બાદ સીબીઆઈ કોર્ટે લાલૂ પ્રસાદ યાદવનો પાસપોર્ટ જમા કરાવી લીધો હતો. સીબીઆઈ કોર્ટે પાસપોર્ટ જમા કરાવવાની સાથે જ લાલૂ પ્રસાદ યાદવને દેશની બહાર જવા મામલે રોક લગાવી દીધી હતી. ત્યારે પાસપોર્ટ રિન્યૂ કરાવવા માટે લાલૂ તરફથી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/