fbpx
રાષ્ટ્રીય

સઉદી અરબના નવા પ્રધાનમંત્રીથી મહિલાઓને થયો મોટો ફાયદો

સઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પ્રધાનમંત્રી બનાવી દીધા છે. મંગળવારે જાહેર કરાયેલા શાહી ફરમાનમાં કિંગે નાના પુત્ર પ્રિન્સ ખાલિદ બિન સલમાનને રક્ષા મંત્રી બનાવ્યો છે. બીજા બે મહત્વના અપોઈન્ટમેન્ટ પણ થયા છે. પ્રિન્સ તુર્કી બિન મોહમ્મદ બિન ફહદ બિન અબ્દુલ અઝીઝને રાજ્યમંત્રી અને પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન તુર્કી બિન ફૈસલને ખેલ મંત્રી બનાવવામાં આવ્યા છે. સ્મ્જી આમ તો રક્ષા મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા હતા. પરંતુ સાચું છે કે કિંગ સલમાનના ખરાબ સ્વાસ્થ્યના કારણે તે અનેક વર્ષોથી સઉદીના અઘોષિત શાસક છે. વિદેશ મંત્રીની જવાબદારી પહેલાની જેમ જ પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સઉદ, નાણા મંત્રીની જવાબદારી મોહમ્મદ અલ-જાદાન અને રોકાણ મંત્રીની જવાબદારી ખાલિદ અલ ફલીહ નિભાવતા રહેશે. જાહેરાત કર્યા પછી સ્મ્જીએ એક નિવેદનમાં કહ્યું કે સઉદી અરબે ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં આર્ત્મનિભરતા ૨ ટકાથી વધારીને ૧૫ ટકા કરી દીધી છે. નવા ડિફેન્સ મિનિસ્ટર તેને ૫૦ ટકા સુધી લઈ જવા પ્રયાસ કરશે.

૮૬ વર્ષના કિંગ સલમાન ૨૦૧૫માં શાસક બન્યા પરંતુ તેની પહેલાં લગભગ અઢી વર્ષ સુધી તેમણે પ્રિન્સ સલમાનની જેમ ક્રાઉન પ્રિન્સ તરીકે કામ કર્યુ હતું. જાેકે કેબિનેટની બેઠકની અધ્યક્ષતા હજુ પણ કિંગ સલમાન જ કરશે. સ્મ્જીએ એપ્રિલ ૨૦૧૬માં વિઝન ૨૦૩૦ની શરૂઆત કરી હતી. તેનો ઉદ્દેશ્ય સઉદીને અરબ અને ઈસ્લામિક દેશોની સૌથી મોટી તાકાત બનાવવાનો છે. તે અંતર્ગત તેમણે અનેક મહત્વના ર્નિણય લીધા. તેમાંથી સૌથઈ મહત્વની ઈકોનોમીનો ર્નિણય છે. વિઝન ૨૦૩૦નો પહેલો ઉદ્દેશ્ય જ એ હતો કે સઉદીને ઓઈલ ડિપેન્ડન્ટ ઈકોમોનીથી અલગ કરવામાં આવે અને ટૂરિઝમ હબ તરીકે વિકસિત કરવામાં આવે. જેના માટે નિયોમ સિટી જેવા અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. કટ્ટરપંથી તાકાત પર કડકાઈથી લગામ કસવામાં આવી. મહિલાઓને ડ્રાઈવિંગની મંજૂરી સહિત અનેક નવી સુવિધા આપવામાં આવી. હવે તેમને વોટિંગ રાઈટ્‌સ પણ આપવામાં આવ્યા. મૌલવીઓની દખલઅંદાજી અને ફતવા પર કડકાઈથી રોક લગાવવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/