fbpx
રાષ્ટ્રીય

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનેે યુક્રેનના ચાર વિસ્તારોનો રશિયામાં વિલય થવાની અધિકૃત જાહેરાત કરી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ વધી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને શુક્રવારે યુક્રેનના ચાર વિસ્તારોનો રશિયામાં વિલય થવાની અધિકૃત જાહેરાત કરી. આ દરમિયાન તેમણે દેશમાં ભેળવેલા નવા વિસ્તારોના લોકોને ભરોસો અપાવ્યો કે હવે તેઓ રશિયાના નાગરિક છે અને તેમની સુરક્ષાની જવાબદારી રશિયાની છે. રાષ્ટ્રને કરેલા સંબોધનમાં તેમણે એકવાર ફરીથી અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશો પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોએ પહેલા ભારતને લૂંટ્યું અને હવે તેમની નજર રશિયા પર છે. પશ્ચિમી દેશ રશિયા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘પશ્ચિમી દેશો રશિયાને ઉપનિવેશ (વસાહત વસાવવી) બનાવવા માંગે છે. તેમણે જે રીતે ભારતને લૂંટ્યું છે તે જ રીતે તેઓ રશિયાને પણ લૂંટવા માંગે છે. પરંતુ અમે અમારી જાતને કોલોની બનવા દીધી નથી.’

પુતિને એ વાતનો પણ ઈન્કાર કર્યો કે રશિયા ફરીથી સોવિયેત સંઘ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ‘અમે ભૂતકાળને પાછો લાવવા માંગતા નથી અને રશિયાને હવે તેની જરૂર નથી.’ તેમણે કહ્યું કે ‘સોવિયેત સંઘના વિઘટન બાદ પશ્ચિમી દેશો ઈચ્છતા હતા કે અમે ખતમ થઈ જઈએ પરંતુ રશિયા ફરીથી ઊભું થયું.’ વ્લાદિમિર પુતિન યુક્રેનના ચાર વિસ્તારો (લુહાંસ્ક, જાપોરિજ્જિયા, ખેરસન અને દોનેત્સક)ના રશિયામાં વિલય પર ઘણું બધુ બોલ્યા. તેમણે કહ્યું કે ‘ડોનબાસના લોકો ૮ વર્ષ સુધી નરસંહાર, ગોળાબારી, અને નાકાબંધ ઝેલતા રહ્યા. પરંતુ હવે તેમને તેનાથી આઝાદી મળી ગઈ છે. જનમત સંગ્રહ દરમિયાન ખેરસોન અને જાપોરિજ્જિયામાં અધિકારીઓએ ચૂંટણી પંચમાં કામ કરનારી મહિલા શાળા શિક્ષિકાઓને નિશાન બનાવવાની ધમકી આપી. હું કીવના ઓફિસરો અને પશ્ચિમ દેશોમાં બેઠેલા તેમના આકાઓને જણાવવા માંગુ છું કે હવે ડોનબાસના લોકો રશિયાના નાગરિક બની રહ્યા છે. તેમની સુરક્ષાની જવાબદારી અમારી છે.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/