fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસના કેન્દ્ર પર “ચિત્તા સાથે આવ્યો લંપી વાયરસ!”નો વિચિત્ર આરોપ પર ભાજપનો પ્રહાર

પશુઓમાં તેજીથી ફેલાઇ રહેલો લંપી વાયરસ દેશમાં ચિંતાનું કારણ બનતો જઇ રહ્યો છે. તેને લઇને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. તેમણે એક વિચિત્ર દાવા સાથે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં લંપી વાયરસ નાઇજીરીયાથી આવ્યો છે અને ત્યાંથી જ ગત મહિને આઠ ચિત્તા પણ લાવવામાં આવ્યા છે. જે અહીં પશુઓમાં આ બીમારી ફેલાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે કેન્દ્ર જાણી જાેઇને નાઇજીરિયાથી ચિત્તાને અહીંના પશુઓમાં લંપી વાયરસ ફેલાવવા માટે લાવ્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આ ગાંઠ વાળો વાયરસ નાઇજીરિયામાં લાંબા સમયથી પશુઓમાં ફેલાઇ રહ્યો છે અને ચિત્તાને પણ ત્યાંથી લાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે જાણીજાેઇને ખેડૂતોના નુકસાન માટે આવું કર્યુ છે. તેમણે કહ્યું કે ગત મહિને આઠ ચિત્તા નાઇજીરિયાથી નહીં પરંતુ નામીબિયાથી લાવવામાં આવ્યા હતા.

જેમને ૧૭ સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે. નાના પટોલેએ કહ્યું કે, વડાપ્રધાને કાળા કાયદા (કૃષિ કાયદા) દરમિયાન ખેડૂતો સાથે ક્યારેય વાત નથી કરી, અને નામીબિયાથી ચિત્તા લાવીને તે બદલો લઇ રહ્યાં છે. ચિત્તા બાદ ભારતમાં લંપી વાયરસ આવ્યો. મે પોતાના ૫૫ વર્ષોમાં આવી બીમારી નથી જાેઇ. તેમને જાણી જાેઇને લાવવામાં આવ્યાં જેથી ખેડૂતોનું નુકસાન થાય. આ બીમારી નામીબિયામાં પહેલાથી જ ફેલાયેલી હતી અને હવે તે ભારતમાં પણ હાહાકાર મચાવી રહી છે.

ભાજપે કોંગ્રેસ નેતા નાના પટોલેના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે, તેમણે આ બીમારીને હાસ્યાસ્પદ મુદ્દો બનાવી દીધો છે. પીએમ મોદીના નેતૃત્વમાં, ગાયોના રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. લંપી રોગે ભારતમાં ડેરી કિસાનોને ગંભીર રીતે પ્રભાવિત કર્યા છે. આ વાયરસ ફક્ત ગાય અને ભેંસમાં જ જાેવા મળ્યો છે. જણાવી દઇએ કે લંપી રોગ એક વાયરલ રોગ છે જે પશુધનને પ્રભાવિત કરે છે. આ રક્ત-પોષક જીવજંતુ, જેમ કે માખી અને મચ્છરની કેટલીક પ્રજાતિઓ દ્વારા પોષિત થાય છે. આ ત્વચા પર ગાંઠ અને તાવનું કારણ બને છે તથા તેનાથી પશુધનનુ મૃત્યુ થઇ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/