fbpx
રાષ્ટ્રીય

મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર વાહન ઉભું રાખી શકાય?… જાણો દંડ-સ્પીડ લિમિટ વિશે

મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર વહેલી સવારે ૩ કલાકે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ ગાડીઓના ભુક્કા બોલી ગયા છે અને પાંચ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧૨ લોકો ઘાયલ થાય છે. મળતી માહિતી અનુસાર, દુર્ઘટના સ્થળે પહેલા જ એક ગાડીને અકસ્માત નડ્યો હતો. ઘાયલોને સારવાર માટે લઇ જવા માટે અહીં એક એમ્બ્યુલન્સ પહોંચી હતી. એમ્બ્યુલન્સ ઘાયલોને લઇને ત્યાંથી નીકળે તે પહેલા જ બીજી ત્રણ ગાડીઓ તેની સાથે ટકારઇ હતી. ત્રણ કાર, એમ્બ્યુલન્સ અને અગાઉથી દુર્ઘટનાગ્રસ્ત ગાડી વચ્ચે ટક્કર થઇ હતી. બીજી બાજુ, બાંદ્રા વર્લી સી લિંક પર વાહનચાલકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે, જેથી કોઇ દુર્ઘટનાથી બચી શકાય. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે તમને જણાવી દઇએ કે સી લિંક બ્રિજએ એરપોર્ટ-પશ્ચિમ વિસ્તારોથી શહેરમાં જવાનો ટ્રાન્ઝિટ શોર્ટકટ છે.

આ બ્રિજ પર રોકવાની અથવા ધીમી ગતિ કરવાની મંજૂરી નથી. આવું કરવા સામે કાયદેસરની કાર્યવાહી તથા ચલણ આપવામાં આવે છે. નિયમોના ભંગ બદલ ૧ હજાર રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવે છે. બાંદ્રા વર્લી સી લિંક પર કોઇ અકસ્માતની ઘટના ન સર્જાય તે માટે સ્પીડ લિમિટ પણ બાંધવામાં આવી છે. બાંદ્રા વર્લી સી લિંક અને ઈસ્ટર્ન ફ્રીવે પર સ્પીડ લિમિટ ૮૦ કિમી પ્રતિ કલાક છે. બ્રિજ પર ઓવર સ્પીડ વાહનો પર નજર રાખવા માટે કેમેરા સેટ છે. .જે ઓવર સ્પીડ વાહનોને કેપ્ચર કરે છે અને તેના દ્વારા જ દંડ ફટકારવામાં આવે છે. ઉપરાંત આ બ્રિજ પર ટુ વ્હીલરને મંજૂરી નથી. બાંદ્રા વર્લી સી લિંક પરથી પસાર થવા માટે ટોલ ટેક્સ ભરવું પડે છે. કાર માટે સિંગલ જર્નીના ૮૫ રૂપિયા જ્યારે રિટર્નના ૧૨૭.૫ રૂપિયા આપવા પડે છે.

ટેમ્પો-એલસીવી વ્હીકલ માટે ૧૩૦ અને ૧૯૫ રૂપિયા, જ્યારે ટ્રક અને બસ માટે ૧૭૫ અને ૨૬૨.૫ રૂપિયા ટોલ ટેક્સ વસૂલવમાં આવે છે. બાંદ્રા-વર્લી સી લિંક ૫.૬ કિમી લાંબો, ૮-લેન પહોળો પુલ છે. જે મુંબઈના પશ્ચિમી વિસ્તારોને અને બાંદ્રા તથા દક્ષિણ મુંબઈમાં વર્લી સાથે જાેડે છે. ૩૦ જૂન ૨૦૦૯ના રોજ પુલની આઠ લેનમાંથી પ્રથમ ચારને લોકો માટે ખોલવામાં આવી હતી. જ્યારે તમામ આઠ લેન ૨૪ માર્ચ ૨૦૧૦ના રોજ ખોલવામાં આવી હતી. એક અંદાજ પ્રમાણે રોજ આ પુલ પરથી ૫૦ હજારથી વધુ વાહન પસાર થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/