fbpx
રાષ્ટ્રીય

અમેરિકામાં એક મર્યાદિત માત્રામાં ગાંજાે રાખવા-તેને પીવા પર જેલ જવું પડશે નહીં!

અમેરિકામાં હવે એક મર્યાદિત માત્રામાં ગાંજાે રાખવા અથવા તેને પીવા પર જેલ જવું પડશે નહીં. સાથે જ આ પ્રકારના આરોપમાં સજા કાપી રહેલા લોકોને પણ જેલમાંથી છોડી મુકવાનો આદેશ આપ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડને ગુરુવારે ગાંજાે રાખવાના આરોપમાં જેલવાસ ભોગવી રહેલા હજારો અમેરિકનોને ક્ષમાદાન આપ્યું છે. આવી રીતે તેમણે વચગાળાની ચૂંટણીના એક મહિના પહેલા સમર્થકોને કરેલુ વચન પુરુ કર્યું છે. બાઈડને કહ્યું કે, હું સાધારણ રીતે ગાંજાે રાખવાના તમામ પૂર્વ અપરાધો માટે માફીની જાહેરાત કરી રહ્યો છું. જાે કે, તેમણે તેને સંપૂર્ણપણે અપરાધમુક્ત કરવાનું આહ્વાન નથી કર્યું. તેમણે કહ્યું કે, તસ્કરીને ઘટાડવા માટે લોકોને વેચાણ પર મર્યાદા બનાવી રાખવી જાેઈએ. અમેરિકાના કેટલાય પ્રાંતોમાં ફક્ત મેડિકલ ઉપયોગ માટે જ નહીં પણ શોખ માટે પણ ગાંજાે ખરીદવાની મંજૂરી પહેલાથી લોકોને મળેલી છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હાલમાં જ એક પોલથી જાણવા મળ્યુ હતું કે, મોટા ભાગના અમેરિકનોનું માનવું છે કે, ગાંજાે લીગલ હોવો જાેઈએ. બાઈડને કહ્યું કે, મારિઝુઆના રાખવાના આરોપમાં લોકોને જેલમાં મોકલવાથી ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે. બાઈડને કહ્યું કે, લોકોને આવા આચરણ માટે જેલ મોકલી દેવામાં આવે છે, જે કેટલાય રાજ્યોમાં પ્રતિબંધિત નથી. તેમણે કહ્યું કે, નસ્લીય અલ્પસંખ્યકોના ગાંજાે રાખવા માટે જેલમાં મોકલવાની સંખ્યા વધારે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે, મારિઝુઆનાના ઉપયોગને લઈને બનેલી અપરાધ નીતિમાં ફેરફાર કરવા માટે પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/