fbpx
રાષ્ટ્રીય

UNHRCમાં ચીનના ઉઈગર મુસ્લિમો સામે વોટિંગ ન કર્યાનો ભારતનો જવાબ

ઉઈગર મુસ્લિમો પર કરવામાં આવતા ચીનના અત્યારોની વિરુદ્ધ ભારતે યુએનએચઆરસીમાં ચીનની વિરુદ્ધ વોટિંગ કર્યું નથી. ચીન દરેક પ્રસંગે ભારતની વિરુદ્ધ નિવેદનો અને આંતરરાષ્ટ્રીય મંચો પર વોટિંગ કરતુ આવ્યું છે. જાેકે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં ભારતે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોની સાથે થઈ રહેલા અત્યાચારના મામલા પર ચીનની વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવો પર ભારતે વોટિંગ કર્યું નહોતું. સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસલમાનો પર ચીનના પ્રશાસન તરફથી કરવામાં આવતા અત્યાચારના આરોપના મામલામાં વોટિંગ થવાનું હતું. તેમાં ભારત પણ સામેલ હતું. જાેકે ભારતે ચીનની વિરુદ્ધ વોટિંગ કર્યું નથી.

વિદેશ મંત્રાલયે શિનજિયાંગમાં માનવઅધિકારોની સ્થિતિ પર યુએનએચઆરસીમાં મતદાનમાં ભારતની ગેરહાજર રહેવા પર કહ્યું કે દેશ-વિશેષ સાથે જાેડાયેલા પ્રસ્તાવ પર મતદાન ન કરવું ભારતના પારંપારિક વ્યવહારને અનુરૂપ છે. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ યુએનએચઆરસીમાં એક પ્રસ્તાવ પર મતદાનથી દૂર રહેવાના એક દિવસ પછી ભારતે કહ્યું છે કે શિનજિયાંગના લોકોના માનવઅધિકારોનું સન્માન અને ગેરન્ટી હોવી જાેઈએ. વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા તેમણે કહ્યું અધિકારિક પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે યુએનએચઆરસીમાં ભારતનો વોટ તેની લાંબા સમયથી ચાલી આવતી સ્થિતિને અનુરૂપ હતો. અરિંદમ બાગચીએ કહ્યું- ભારત તમામ માનવઅધિકારો માટે કટિબદ્ધ છે.

ભારત આવા મુદ્દાઓના સમાધાન માટે વાતચીતના પક્ષમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- જિંજિયાંગ ઉઈગર સ્વાયત્તા ક્ષેત્રના લોકોને માનવાધિકારોના સન્માન અને ગેરન્ટી આપવી જાેઈએ. મને આશા છે કે સંબંધિત પક્ષ સ્થિતિનું સમાધાન કરશે. ગુરુવારે ૬ ઓક્ટોબરે ચીનના જિંજિયાંગ ઉઈગર સ્વાયત્ત ક્ષેત્રમાં માનવઅધિકારોની સ્થિતિ પર ચર્ચા યોજવા પરના પ્રસ્તાવને ૪૭ સભ્યોની પરિષદમાં ૧૭ સભ્યોએ પક્ષમાં મતદાન કરતા વાતને ફગાવી દેવામાં આવી હતી. ૧૯ સભ્યો ચીન સહિત ભારત, બ્રાઝીલ, મેક્સિકો અને યુક્રેન સહિત ૧૧ સભ્યોએ તેમાં મતદાન જ કર્યું નહોતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/