fbpx
રાષ્ટ્રીય

પંજાબના મોહાલી પોલીસે આરપીજી એટેક મામલે માસ્ટરમાઇન્ડને ફૈઝાબાદથી પકડ્યો

પંજાબના મોહાલી પોલીસ હેડક્વાર્ટર પર ૯મેએ થયેલા આરપીજી એટેક મામલે માસ્ટરમાઇન્ડ સગીરને ફૈઝાબાદથી પકડી પાડવામાં આવ્યો છે. સ્પેશિયલ સેલ કાઉન્ટર ઇન્ટેલિજન્સના ઇન્સપેક્ટર વિક્રમ દહિયાની ટીમના જણાવ્યા પ્રમાણે, રોકેટ લોન્ચર ફાયર કરવાના મામલે દીપક સીરખપુર અને અન્ય એક સગીરની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. તેમાંથી સગીરને પકડી પાડવામાં આવ્યો છે. આ સગીરના તાર માત્ર પાકિસ્તાનની આઈએસઆઈ આતંકી રિન્દા જ નહીં, પરંતુ કેનેડામાં બેઠેલા લાંડા હરી અને લોરેન્સ બિશ્નોઈ જગ્ગુ ભગવનપુરિયા સાથે જાેડાયેલા છે. સલમાન ખાનને મારવાનો ટાસ્ક પણ લોરેન્સ બિશ્નોઈએ આ સગીર અને તેના અન્ય સાથીઓને આપ્યો હતો. આ તમામ લોકોએ કેટલાંક ક્રૂર ગુનાઓને અંજામ આપ્યો છે. સ્પેશિયલ સેલના સ્પેશિયલ સીપી ૐય્જી ધાલિવાલના જણાવ્યા પ્રમાણે ૪ ઓગસ્ટ, ૨૦૨૧ના દિવસે અમૃતસરમાં રાણા કંડોબાલિયા કે જે લોરેન્સ વિરોધી ગેંગનો મુખ્ય શૂટર હતો તેની હત્યાને અંજામ આપ્યો હતો. તેમાં સગીર સહિત તેના બે અન્ય સાથીઓ સામેલ હતા.

મળતી માહિતી પ્રમાણે, ૫ એપ્રિલ ૨૦૨૨ના દિવસે સંજય વિયાણી બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. આ હત્યાકાંડને પાકિસ્તાનમાં બેઠેલા રિન્દાએ પ્લાન કર્યો હતો અને તેના માટે ફંડિગ પણ કર્યુ હતુ. રિન્દાએ ૯ લાખ રૂપિયા મોકલ્યા હતા અને કે માટે શૂટર્સને ૪-૪ લાખ રૂપિયા પણ આપ્યા હતા. ૯ મે ૨૦૨૨ના દિવસે પંજાબ પોલીસે મોહાલી હેડક્વાર્ટર પર આરપીજી એટેકમાં રિન્દા અને લાંડા હરી પણ સામેલ હતા. તે માટે રિન્દા અને લાંડાને મોટા શૂટર્સે મોટી રકમ આપી હતી. એવું કહેવાઈ રહ્યુ છે કે, આ તમામ આરોપી ક્રોસ બોર્ડર સિન્ડિકેટનો ભાગ છે. આ તમામ દેશવિરોધી ગતિવિધિ કરવામાં સામેલ છે. આ ઘટનાઓને અંજામ આપ્યા પછી દેશના અલગ અલગ રાજ્યોમાં છુપાઈ જતા હતા. સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરવામાં આવશે અને કોર્ટ પાસે સગીરના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પુખ્તની જેમ જ કાર્યવાહી કરવામાં આવે.

સલમાન ખાનને મારવાનો ટાર્ગેટ પણ આપ્યો હતો. સ્પેશિયલ સેલે વધુ એક રિન્દા સાથે જાેડાયેલા ગેંગસ્ટર અર્શદીપ સિંહને પકડી પાડ્યો છે. અર્શદીપ હરિયાણામાં ૈંઈડ્ઢ અને હેન્ડ ગ્રેનેડ મળવા મામલે પણ વોન્ટેડ હતો. અર્શદીપની પૂછપરછ કરવામાં આવી રહી છે. સલમાન ખાનને મારવાના પ્લાનમાં સગીર અને મોનૂ ડાગરને ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. પરંતુ સલમાન ખાનને ટાર્ગેટ કરતા પહેલા રાણા હત્યાકાંડના કામમાં તમામ લાગી ગયા હતા. સેલના કહ્યા પ્રમાણે, આગામી સમયમાં એક મોટી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હતો. કહેવાઈ રહ્યુ છે કે, આ ઓપરેશન પછી બબ્બર ખાલસા અને પાકિસ્તાન આઈએસઆઈના કાવતરાનો પણ પર્દાફાશ થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/