fbpx
રાષ્ટ્રીય

મહાકાલની પૂજા બાદ પીએમ મોદીએ ‘શ્રી મહાકાલ લોક’ કોરિડોરનું કર્યું ઉદ્‌ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરના પ્રથમ ફેઝનું ઉદ્‌ઘાટન કરશે. આ પહેલા પીએમ મોદીએ મહાકાલની પૂજા-અર્ચના કરી છે. આ ખાસ અવસર પર મહાકાલ મંદિર અને મહાકાલ લોકને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શિવની પૂજા અર્ચના બાદ પીએમ મોદીએ શ્રી મહાકાલ લોક કોરિડોરનું ઉદ્‌ઘાટન કર્યું છે. પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. મહાકાલ લોક પરિયોજનાના પ્રથમ તબક્કામાં તીર્થયાત્રીકોને વિશ્વ સ્તરીય આધુનિક સુવિદાઓ પ્રદાન કરવામાં, મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓના અનુભવને સમૃદ્ધ કરવામાં મદદ કરશે. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધુ-સંતોની હાજરીમાં કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. જાણકારી પ્રમાણે મહાકાલ લોકમાં ૧૦૮ વિશાળ સ્તંભ બનાવવામાં આવ્યા છે. તેના પર મહાદેવ, પાર્વતી સહિત તેમના પરિવારના ચિત્ર બનાવવામાં આવ્યા છે.

આ ચિત્ર જાેવામાં મૂર્તિઓ જેવા છે જેમાં શિવ, પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની લીલાઓનું વર્ણન છે. મહાકાલની આ નગરી અધ્યાત્મ અને આધુનિકતાનું મિશ્રણ હશે. અહીં દરેક પ્રતિમાની સામે એક બારકોડ લગાવવામાં આવ્યો છે, જેને સ્કેન કરતા ભગવાન શિવની કહાની જણાવી રહેલી પ્રતિમાની સંપૂર્ણ જાણકારી તમારા મોબાઇલ સ્ક્રીન પર આવી જશે. તેનો ઉદ્દેશ્ય નવી પેઢીને પ્રાચીન ઈતિહાસ અને કથાઓની જાણકારી આપવાનો છે. એજન્સી પ્રમાણે ઉજ્જૈન સ્માર્ટ સિટીના મુખ્ય કાર્યકારી અધિકારી આશીષ કુમાર પાઠકે કહ્યું કે પીએમ આજે મહાકાલ કોરિડોર પરિયોજનાના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કરશે. બીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. જૂન ૨૦૨૩ સુધી આ પરિયોજના પૂરી કરવામાં આવી શકે છે. ઉજ્જૈનમાં ઉત્સવનો માહોલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૮૬૫ કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ પામેલ મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પરિયોજનાના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કરશે. આ પરિયોજનાના માધ્યમથી મધ્યપ્રદેશની આ તીર્થ નગરીમાં પર્યટનને ખુબ પ્રોત્સાહન મળવાની આશા છે.

આશરે ૯૦૦ મીટરથી વધુ લાંબો મહાકાલ લોક કોરિડોર જૂના રૂદ્ર સાગર ઝીલની ચારે તરફ ફેલાયેલો છે. મહાકાલ મંદિરના નવનિર્મિત કોરિડોરમાં ૧૦૮ સ્તંભ બનાવવામાં આવ્યા છે, ૯૧૦ મીટરનું આ મહાકાલ મંદિર આ સ્તંભો પર ટકેલું હશે. બે ભવ્ય પ્રવેશ દ્વાર, બલુઆ પથ્થરોથી બનેલ જટિલ નક્શીદાર ૧૦૮ અલંકૃત સ્તંભોની એક આલીશાન સ્તંભાવલી, ફુવારા અને શિવ પુરાણની કહાનીઓ દર્શાવનાર ૫૦થી વધુ ભીંત ચિત્રોની સિરીઝ મહાકાલ લોકની શોભા વધારશે. કોરિડોર માટે બે ભવ્ય પ્રવેશ દ્વાર- નંદી દ્વાર અને પિનાકી દ્વાર બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના પ્રવેશ દ્વાર સુધી જાય છે તથા માર્ગના મનોરથનું દ્રશ્ય રજૂ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/