fbpx
રાષ્ટ્રીય

જાતીય સતામણીના કેસમાં આગોતરા જામીન મંજૂર કરવા મામલે કેરળ હાઈકોર્ટેનો ર્નિણય

જાતીય સતામણીના કેસમાં આગોતરા જામીન મંજૂર કરવા મામલે કેરળ હાઈકોર્ટે મહિલાઓના પહેરવેશ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેરળ હાઈકોર્ટે જણાવ્યું કે, કોઈપણ મહિલાનો પહેરવેશ તેની ગરિમા ભંગ કરવાનું લાઈસન્સ ના હોઈ શકે. આરોપી વ્યક્તિને દોષમુક્ત કરવાનો આધાર ના હોઈ શકે. આ કેસમાં ન્યાયમૂર્તિ કૌસર એડપ્પાગથે જણાવ્યું છે કે, કોઈ મહિલાના પહેરવેશના આધાર પર તેના ચરિત્રનો અંદાજ લગાવવો તે યોગ્ય નથી. મહિલાઓ માત્ર પુરુષોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કપડા પહેરે છે, તેવું માનવું યોગ્ય નથી. ન્યાયાધીશે કૌસર એડપ્પાગથે ૧૩ ઓક્ટોબરના રોજ આદેશ આપ્યો હતો. આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, કપડાના આધાર પર મહિલાનું મૂલ્યાંકન કરવું તે બિલ્કુલ પણ યોગ્ય નથી.

મહિલાઓને તેમના પહેરવેશનાં આધારે વર્ગીકૃત કરવાવાળા માપદંડ ક્યારેય સહન નહીં કરવામાં આવે. મહિલાઓ માત્ર પુરુષોને આકર્ષિત કરવા માટે કપડા પહેરે છે, તેવું માનવું યોગ્ય નથી. એક મહિલાએ અયોગ્ય કપડા પહેર્યા હતા, આ કારણોસર તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું, આ કારણ બિલકુલ પણ યોગ્ય નથી. કોર્ટે એક આદેશમાં જણાવ્યું છે કે, મહિલાની ગરિમા ભંગ કરનાર આરોપીને દોષમુક્ત કરવા માટે મહિલાના યૌન ઉત્તેજક પોશાકને કાયદાકીય આધાર ના માની શકાય. મહિલાને તમામ પ્રકારના પોશાક પહેરવાનો અધિકાર છે.

ભારતીય સંવિધાન અનુસાર તમામ વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક છે. જાે કોઈ મહિલા યૌન ઉત્તેજક કપડા પહેરે છે, તો તે પુરુષને તેની ગરિમા ભંગ કરવાનું લાયસન્સ આપતી નથી. સેશન્સ કોર્ટ તરફથી લેખક અને સામાજિક કાર્યકર ‘સિવિક’ ચંદ્રનને જાતીય સતામણીના કેસમાં આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આગોતરા જામની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, પિડીતાએ યૌન ઉત્તેજક કપડા પહેર્યા હતા. આ કારણોસર ચંદ્રન સામે જાતીય સતામણીનો આરોપ મુકવામાં ના આવે. હાઈકોર્ટે આ પ્રકારના ર્નિણયને ફગાવી દીધો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/