fbpx
રાષ્ટ્રીય

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બનશે? તે ૮ ડિસેમ્બરે સ્પષ્ટ થઈ જશે

કેન્દ્રીય ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ૨૦૧૭ની જેમ હિમાચલ પ્રદેશની ચૂંટણી અલગ યોજાશે. વચ્ચે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે બંને રાજ્યોની ચૂંટણી એક સાથે થઈ શકે છે, પરંતુ તેમ થયું નહીં. પરંતુ તે સ્પષ્ટ થઈ ગયું છે કે પાછલી ચૂંટણીની જેમ બંને રાજ્યોના પરિણામ એક સાથે આવશે. તેનો સીધો મતલબ છે કે ૧૫મી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બનશે? તે ૮ ડિસેમ્બરે સ્પષ્ટ થઈ જશે. સવારે જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદની સૂચના આપી તો અટકળો લાગી કે શું ગુજરાત ચૂંટણીની જાહેરાત થશે? પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત ૨૨ ઓક્ટોબર કે ૨૯ ઓક્ટોબરમાંથી કોઈ એક તારીખે થઈ શકે છે. ૨૨ ઓક્ટોબરે ધનતેરસ છે અને ૨૯ ઓક્ટોબરે લાભ પાચમનું પર્વ છે. લાભ પાચમના દિવસે ગુજરાતમાં તમામ નાના-મોટા વેપારીઓ પોતાના કારોબારની ફરી શરૂઆત કરે છે. મુહૂર્ત કરે છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ૨૭ નવેમ્બર કે ૩૦ નવેમ્બરે થઈ શકે છે, જ્યારે બીજા તબક્કા માટે ૪-૫ ડિસેમ્બરે મતદાન થઈ શકે છે.

જ્યારે મતની ગણતરી ૮ ડિસેમ્બરે થશે. ૨૦૧૭માં ૧૪મી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં ત્યારે ૯ ડિસેમ્બર અને બીજા તબક્કા માટે ૧૪ ડિસેમ્બરે મતદાન થયું હતું. ૧૮ ડિસેમ્બરે આવેલા ચૂંટણી પરિણામોમાં ભાજપને ૯૯ સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસને ૭૭ સીટો મળી હતી. બે સીટો પર બીટીપી (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) અને એક સીટ પર એનસીપી ઉમેદવારને જીત મળી હતી. જ્યારે ત્રણ સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. દલિત નેતા જિગ્નેશ મેવાણી વડગામથી કોંગ્રેસના સમર્થનથી ચૂંટણી જીતી વિધાનસભા પહોંચ્યો હતો.

૨૦૧૭ની ચૂંટણીમાં મતદાતાઓમાં ઓછો જાેશ જાેવા મળ્યો હતો. ૬૯.૧ ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં ૩૦,૦૧૫,૯૨૦ મત પડ્યા હતા. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપની ૧૬ સીટ ઘટી હતી તો કોંગ્રેસની ૧૬ સીટ વધી હતી. ભાજપને ચૂંટણીમાં ૪૯.૦૫% મત મળ્યા હતા તો કોંગ્રેસને ૪૧.૪૪% મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યું હતું. તેને બહુમત માટે જરૂરી ૯૨ સીટથી માત્ર ૭ સીટ વધુ મળી હતી. પરિણામ બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. વર્તમાનમાં ભૂપેન્દ્ર પટેલ રાજ્યની કમાન સંભાળી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/