fbpx
રાષ્ટ્રીય

ઈજીપ્તમાં યહબની બોર્ડ મીટીંગ સાથે ૧૩–મી આફ્રીકન મીનીસ્ટ્રીયલ કો.–ઓપરેટીવ કોન્ફરન્સ યોજાઈ

યુવાનો સહકારી ચળવળના ભાવિ આગેવાનો છે તેમ ઈજીપ્ત ખાતે આઈ.સી.એ.ની બોર્ડ મીટીંગ તેમજ ૧૩–મી આફ્રીકન મીનીસ્ટ્રીયલ કો.–ઓપરેટીવ કોન્ફરન્સને સંબોધતા ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રિય સહકારી આગેવાન–ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ. સંઘાણીએ વધુમા જણાવેલ કે, વિશ્વ બજારમા ભારતની સહકારી યોજના અને પ્રવૃતિનું માર્ગદર્શન મહત્વનું બની રહયુ છે અને જે તે દેશના આર્થિક વિકાસમા સહકારી પ્રવૃતિ અનિવાર્ય હોવાનું સૌ કોઈ માની રહયુ છે તેવા સમયે ભારતની ભરપુર સહકારી ઉપલબ્ધીઓનો લાભ પોતાના દેશમા પણ મળે તે અંગેનું માર્ગદર્શન વિશ્વ સમુદાય ભારત પાસેથી મેળવવા ઈચ્છુક છે જેમા કૃષિ ધિરાણ , ખેતિ યોજનાઓ , ધિરાણ પ્રક્રિયા, સ્વરોજગારીમા યુવા શકિતને સામેલ કરવા વિગેરે બાબતોના સમાવેશ સાથેથી બોર્ડ મીટીંગ સહકારી ક્ષેત્રની ખુબજ અગત્યની બની રહેલ.

ભારતનું સહકારી પ્રતિનિધિ મંડળ દિલીપ સંઘાણીની દોરવણી તળે ઈજીપ્તની અનેક સહકારી પ્રવૃતિઓ અને સંસ્થાઓની પણ મૂલાકાત લઈ રચનાત્મક પ્રવૃતિઓનો અભ્યાસ અને યોજનાકીય જાણકારી મેળવેલ આ તકે ડો.ચંદ્રપાલસિંહ યાદવ સહિતના સૌ ઉપસ્થિત રહેલ અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સહકારી પ્રવૃતિ વૈશ્વિક માર્ગદર્શન રૂપે કામ કરી રહયાનું ગૌરવ કહી શકાય જે નોંધનીય બાબત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/